જય અંબે અંબાજી પદયાત્રા સેવા કેમ્પ નું ભવ્ય આયોજન હિંમતનગર મોતીપુરા હનુમાનજી કેમ્પસ માં કરવા માં આવ્યું
જય અંબે અંબાજી પદયાત્રા સેવા કેમ્પ નું ભવ્ય આયોજન હિંમતનગર મોતીપુરા હનુમાનજી કેમ્પસ માં કરવા માં આવ્યું
આજ રોજ તારીખ -14 /9/ 2024 ના રોજ સવારે 10:00 કલાકે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩૨૩૨B—૩ ના ડિસ્ટ્રીક ગવર્નર શ્રી હરીશ ત્રિવેદી તથા લાયન્સ ક્લબ હિંમતનગર વાઇબ્રન્ટ તથા હિંમતનગર ડીવાઇન ક્લબ મોતીપુરા જય અંબે પ્રવાસી વિસામા ખાતે મુલાકાત લીધી.
દર વર્ષની જેમ આ વર્ષ મોતીપુરા ખાતે આવેલ જય અંબે સેવા કેન્દ્ર સતત પદયાત્રીઓની રાત દિવસ સેવા કરે છે સવારે ચા કોફી અને પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા બપોરે જમવાની વ્યવસ્થા રાત્રે જમવાની વ્યવસ્થા સ્નાન કરવા માટે ગરમ પાણીની વ્યવસ્થા 24 કલાક મેડિકલ કેમ્પ કાર્યરત તથા અન્ય નાની-મોટી સેવાઓ ની વ્યવસ્થા કરવામાં આવી છે.
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩૨૩૨B—૩ ના ગવર્નર શ્રી હરીશભાઈ ત્રિવેદી એ તેમની ટીમ સાથે મુલાકાત લીધી જેમાં વાઈસ ડીસ્ટ્રીક ગવર્નર હિરેન મેવાડા એડિશન કેબિનેટ સેક્રેટરી ભરત ચેત,G.S.T કોર્ડીનેટર જે.બી રાવ પ્રોટોકોલ ઓફિસર વિપુલ દવે તથા હિંમતનગર લાયન્સ ક્લબ ઓફ વાઇબ્રન્ટ તથા હિંમતનગર ડિવાઇન ના આ કાર્યક્રમને સફળ બનાવવા કેબિનેટ ઓફિસરો શ્રી બ્રિજેશ પટેલ શ્રી પ્રકાશ વેદ શ્રી ગીરીશભાઈ ભાવસાર લાયન્સ ક્લબ ઓફિસર હિંમતનગર વાઇબ્રન્ટના પ્રમુખ પ્રિયંક પટેલ
મંત્રી કૃણાલ વેદ ટ્રેજરર ભગતસિંહ ચૌહાણ તથા લાયન્સ ક્લબ ઓફ હિંમતનગર ડીવાઇનના પ્રમુખ ગોવિંદભાઈ નlયી મંત્રી ભાવસાર ટ્રેઝરર જશુભાઈ નાયી હાજર રહી કાર્યક્રમ દીપાવ્યો .
આ સેવા કેમ્પના યુવા સંચાલકો શ્રી દીપકભાઈ ભાટી તથા શ્રી ઓમ ભાઈ મલેશિયા તથા તેમની ટીમ સખત પ્રયાસો અને અને સેવા બદલ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ગવર્નર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
અહેવાલ:- પ્રતિક ભોઈ