BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જીલ્લાની મહિલા ફૂટબોલ ટીમ અમદાવાદ જિલ્લાને રાજકોટ મુકામે ફાઈનલમાં હરાવી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બની

15 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

બનાસકાંઠા જીલ્લાની જુનીયર ટીમ બાદ સીનીયર મહિલા ટીમ પણ સ્ટેટ કક્ષાએ ચેમ્પિયન બની ફૂટબોલની રમત ક્ષેત્રે ગ્રામીણ કક્ષાની બનાસકાંઠા જીલ્લ્લાની ટીમે દબદબો હાસિલ કર્યો હતો.ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટ જે રાજકોટ મુકામે તા:૧૦/૦૯ થી ૧૫/૦૯ માં આયોજિત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના આઠ જિલ્લા ટીમો જેમાં કચ્છ, બનાસકાંઠા, સુરત,પાટણ, રાજકોટ અમદાવાદ ગાંધીનગર અને ભાવનગર જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આજ રોજ રવિવાર તારીખ ૧૫ સપ્ટેમ્બરે રાજકોટ મુકામે બનાસકાંઠાજીલ્લા અને અમદાવાદ જિલ્લાની ટીમ વચ્ચે રમાઈ હતી. બનાસકાંઠા જિલ્લા મહિલા ફૂટબોલની ટીમે અમદાવાદ ને ૧-૦ થી હરાવી ફાઇનલમાં વિજેતા થઈ ઘોષિત થઇ. અત્રે ઉલ્લેખનીય છે કે,બનાસકાંઠાની ટીમે આ ટુર્નામેન્ટમાં સુંદર રમતનું પ્રદર્શન કરી કચ્છ જિલ્લાની ટીમને ૪૬-૦ થી હરાવ્યુ સુરત જિલ્લાની ટીમને ૭-૦ થી હરાવ્યું પાટણ જિલ્લાની ટીમને ૩-૧ થી હરાવી અને સેમી ફાઇનલમાં રાજકોટની ટીમને ૫-૦ થી હરાવી ફાઇનલમાં પહોંચી હતી. આજરોજ ફાઈનલ મેચમાં અમદાવાદની ટીમને હરાવી ફાઇનલમાં સ્ટેટ લેવલે ચેમ્પિયન બની છે. ફાઇનલ મેચમાં ખાસ ઉપસ્થિતિ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને ગુજરાત સ્ટેટ બીજેપી સ્પોટસેલના મુખ્ય સંયોજક હરેશભાઈ ચૌધરી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમા, ગીરીશભાઈ પરમાર, રોહિતભાઈ બુંદેલા એચ.પી સિંઘ સ્ટેટ મહિલા કોચ કલ્પના દાસ ઉપસ્થિત રહી બંને ટીમના પ્લેરને પ્રોત્સાહિત કરી ટ્રોફી એનાયત કરી હતી. ખાસ નોધનીય બાબત એ પણ રહી કે ગત માસમાં મહિલા જુનિયર ટીમ પણ ગુજરાત કક્ષાએ સ્ટેટ લેવલે ચેમ્પિયન બની જિલ્લાનું ગૌરવ વધારેલ હતું. વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લાનો ફૂટબોલમાં ડંકો વાગી રહ્યો છે અને અનેકો પ્લેયર સ્ટેટની ટીમ વતી નેશનલ ટુર્નામેન્ટ રમી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!