
બ્રિજેશકુમાર પટેલ,નેત્રંગ
તા.૧૫/૦૯/૨૦૨૩
૧ થી ૭ સપ્ટેમ્બર એટલે કે પોષક સપ્તાહ દિવસ તરીકે દેશ ભરમાં દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આ સમયમાં મેજીક બસ ઈન્ડિયા ફાઉન્ડેશન અને નેસલે હેલ્થી કિડ્સ પ્રોગ્રામ દ્વારા ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાની વિવિધ શાળાઓમાં ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો, શાળાનાં શિક્ષકો, વાલીઓ, સરપંચ, ગામ જનો, PHC નો સ્ટાફ તેમજ હેલ્થ અધીકારીઓ એ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તંદુરસ્ત જીવનશૈલી જાળવવા આરોગ્યપ્રદ ખોરાક ખાવાની ટેવ અને પોષણ ના મહત્ત્વ વિશે બાળકો અને લાકોમાં જાગૃતિ લાવવા. તેમજ કુપોષણમાંથી મુક્તિ મેળવવા માટે શક્ય તમામા પ્રયાસો કરવાના હેતુથી ‘રાષ્ટ્રીય પોષણ સપ્તાહ’ દિન તરીકે ઉજવણી કરવામાં આવી. બાળકોએ રેલી દ્વારા, ચિત્ર સ્પર્ધા દ્ધારા, ફુડ ડીસ સ્પર્ધા તથા વક્તા સાથે મળી પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. તેમજ સ્થાનીક મળતી શાકભાજી અને ફળો,જેવા કે ચાંદલીયાની ભાજી, સરગવો, કંટોલા, કારેલા,ખાટીભીંડીની ભાજી, અને ફળોમાં મળતા સ્થાનીક ફળો દ્વારા લાકો પોતાનાં ઓછા ખર્ચમાં સારી પોષણ યુક્ત જમવાનું બનાવી ને ખાઈ શકે અને તંદુરસ્ત રહી શકે તે માટેનાં ગામનાં વાલીઓ અને બાળકો સાથે મળી પોષણ સપ્તાહની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી. અને કિચન ગાર્ડન વિશે માહિતી અને કિચન ગાર્ડનુ મહત્ત્વ સમજાવ્યુ. મેજીક બસ ઈન્ડિયા ફાઉન્ડેશન અને નેસલે હેલ્થી કિડ્સ પ્રોગ્રામ ના સ્ટાફ દ્ધારા કાર્યક્રમની ઉજવણીને સફળ બાનાવી હ
તી.


