DAHODGUJARAT

દાહોદજિલ્લા પોલીસ દ્રારા કોમી એકતા અને ભાઈચારાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું 

તા.૧૫.૦૯.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા પોલીસ દ્રારા કોમી એકતા અને ભાઈચારાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સોસાયટી દાહોદ જિલ્લા શાખા ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા સાહેબ ની અધ્યક્ષતામાં અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક જગદીશસિંહ ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ દાહોદ શહેર ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ તહેવાર નિમિત્તે સમાજમાં કોમી એકતા સ્થપાય તે ઉમદા હેતુથી ગણેશ પંડાલ ના આયોજકો તેમજ મુસ્લિમ અને વોહરા ભાઈઓ દ્વારા થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા ના દર્દીને પર્યાપ્ત પ્રમાણમાં લોહી મળી રહે તે માટે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી સોસાયટી ના વોઇસ ચેરમેન દિનેશભાઈ શાહ ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા મંત્રી જવાહરભાઈ શાહ સહમંત્રી સાબીરભાઈ શેખ બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર તેમજ બ્લડ બેન્ક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં દાહોદ સીટી પીઆઈ એએમ કામલિયા અને રવિભાઈ ભરવાડ નો સક્રિય કામગીરી રહી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા 55 થી વધુ રક્તદાતાઓને ગિફ્ટ અને સર્ટિફિકેટ આપી સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી થવા માટે સન્માનિત કર્યા હતા

Back to top button
error: Content is protected !!