શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના કમલેશભાઈ ઠાકોરને શ્રેષ્ઠ પ્રિન્સિપાલ તરીકોનાં એવોર્ડથી સન્માનિત કરાયા..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસના સંચાલક તથા નવસારી જિલ્લા સંચાલક મંડળના અધ્યક્ષ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ડો. કમલેશ એમ.ઠાકોર વાસદા ને ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ ટીચર્સ ફેડરેશન ની અંદર ટ્રસ્ટી તરીકે નિમણૂક ની સાથે સંયુક્ત મંત્રી તરીકે નિમણૂક કરેલ છે એ બદલ કેળવણી કાર તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા એવો ની નિમણૂક માટે વર્ષ 2023 માં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ પ્રિન્સિપાલ તરીકેનો એવોર્ડ મળતાં ગુજરાતના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી શ્રીમાન ઋષિકેશ સાહેબના હસ્તે સન્માન ઊંઝા મુકામે થયું હતું એ મિટિંગમાં ડો.કમલેશ ઠાકોર નું સિલેક્શન થયું હતું એ બદલ વાંસદા અને નવસારીના શિક્ષણ જગતમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મોટી નામના ધરાવનાર ડો. કમલેશ ઠાકોરનું એવોર્ડ ટીચર ફેડરેશનમાં સિલેક્શન થયું એ ખૂબ મોટી વાત છે અનેક મિત્રો અને સ્નેહીજનો દ્વારા કેળવણીકાર દ્વારા એમને અભિનંદનને વર્ષા થઈ છે