GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI -મોરબી શકત શનાળા ગામે ઓમશક્તિ ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

MORBI -મોરબી શકત શનાળા ગામે ઓમશક્તિ ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

 

 

મોરબીના શકત શનાળા ગામે આગામી ૨૪ સપ્ટેમ્બરથી ઓમ શક્તિ ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સતત ૧૦ વર્ષથી ઓમ શક્તિ ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન થતું આવ્યું છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભાગીરથી સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૪ સપ્ટે.થી શકત શનાળા સંગમ વોટર પાર્ક ખાતે હ્યુન્ડાઇ શો રૂમની બાજુમાં ભવ્ય સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા-જમવાની સુવિધા ઉપરાંત તમામ પ્રકારની દવાઓ અને તબીબી સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત પદયાત્રીઓને રસ્તામાં પડતી કોઈપણ મુશ્કેલી માટે ઓમશક્તિ ગ્રુપ દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. દિગુભાઝાલા-૯૬૩૮૯૭૭૭૭૭, યુવરાજસિંહઝાલા-૯૨૨૮૨૦૦૦૦૨, ધર્મેન્દ્રસિંહ ઝાલા-૯૬૦૧૭૯૯૯૯૯,પ્રદીપસિંહઝાલા-૯૪૨૭૨૩૬૭૦૦ તથા હરેન્દ્રસિંહઝાલા-૯૦૧૬૯૨૨૨૨૨ ના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરી શકશો તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!