
તિલકવાડા નગર તેમજ મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઝુલુસ નું આયોજન કરી ઈદે મિલાદુન નબીની ભારે દબદબાભેર ઉજવણી કરવામાં આવી
વસિમ મેમણ / તિલકવાડા
પ્રાપ્ત વિગત અનુસાર આજે તારીખ 16 ને સોમવારના રોજ હજરત પેગંબર સાહેબના જન્મદિવસના પાવન અવસર પર સમગ્ર દેશમાં જ્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી છે ત્યારે નર્મદા જિલ્લામાં આને ખાસ કરીને તિલકવાડા નગર સાહિત તાલુકાના મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ નું આયોજન કરી ભારે ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે ઈદે મિલાદ એ મુસ્લિમ બિરાદરોનો મુખ્ય તહેવાર છે હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ઇદે મિલાદુન નબીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં આ તહેવાર ની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે તિલકવાડા નગરમાં પણ દર વર્ષે ઈદે મીલાદ ઉન નબીની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. એજ રીતે પરંપરાગત અને રિતિ રીવાજ અનુસાર ઇદે મિલાદ ના તહેવાર ની ઉજવણી કરતાં આજ રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા મદીના મસ્જિદ ખાતેથી ભવ્ય ઝુલુસ ની શરૂઆત કરી નગરના મુખ્ય માર્ગો પર થઈ કુંભારવાડ આઝાદ ચોક નીચલી બજાર ચાર રસ્તા થઈ 40 પીર ની દરગાહ ખાતે આ ઝુલુસ ની પૂર્ણાંહુતી કરવામાં આવી ત્યારે નગર ના મુખ્ય માર્ગો પર ઝુલુસ પસાર થતા નાના બાળકોના હાથમાં ઝંડા એ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાથે જ ઠેર ઠેર ચોકલેટ શરબત બિસ્કિટ આઈસ્ક્રીમ સહિત અનેક વસ્તુઓ બાળકો ને આપી ઇદે મિલાદ ની ખુશી મનાવવા માં આવી હતી આ તહેવાર ની ઉજવણી મા મેવાસ મુસ્લિમ બિરાદરો દ્વારા પણ તાલુકાના વિવિધ વિસ્તારો માં ભવ્ય જૂલુસ ની શરૂઆત કરી તિલકવાડા 40 પીર ની દરગાહ ખાતે આવી પહોંચ્યા હતા આ ઝુલુસ દરમિયાન સમગ્ર વિસ્તાર સરકાર કી આમદ મરહબા ના અવાજ સાથે ગુંજી ઉઠ્યો હતો તો બીજી તરફ કેવડિયા વિભાગ ના DYSP સંજય શર્મા ની સૂચના અનુસાર અને તિલકવાડા PSI જે એમ લટા ની નિગરની માં તિલકવાડા પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાન માં રાખી ને કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમા મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ ના તહેવાર ની ઉજવણી કરવામાં આવી





