શિનોર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ ની ભારે ધામ ધુમ પૂર્વક ઉજવણી કરાઇ
ફૈઝ ખત્રી.. શિનોર વડોદરા જિલ્લાના નાં શિનોર નગર ખાતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા આજે ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ ઇદે મિલાદ પર્વ ની ભારે શાનો સૌકત અને શિસ્ત સાથે ઉત્સાહ પૂર્વક ઊજવણી કરવામાં આવી હતી.. વાત કરીએ તો સમગ્ર વિશ્વ ભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇસ્લામ ધર્મના સ્થાપક અને શાંતિ તેમજ ભાઈચારા નો સંદેશ પાઠવનારા હજરત મહંમદ પયગંબર સાહેબનાં જન્મ દિવસ એટલે કે ઇદે મિલાદ પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શિનોર ખાતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા આજે ઇદે મિલાદ ની ભવ્ય ઊજવણી કરાઇ હતી. જેમાં નાતે પાક સાથે તેમજ ગાડીઓ પર ઇસ્લામી ઝંડા પતાકા સાથે વિશાળ જુલૂસ નીકળ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. કોઈ અનીછનિય બનાવ ન બને તેની તકેદારી નાં ભાગ રૂપે શિનોર પી એસ આઈ આર .આર .મિશ્રા તેમજ શિનોર પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.