બોડેલીમાં આજરોજ અંગ્રેજી તારીખ 16 સપ્ટેમ્બર ના રોજ હઝરતમોહમ્મદ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે ઇદે મિલાદુન નબી નો મુબારક તેહવાર મનાવવામાં આવ્યો હતો.
રબિઉલ્ અવ્વલ ના રોજ ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પેગંબર સાહેબ હજરત મોહમ્મદ સાહેબ ના જન્મદિવસ ના દિન તરીકે બોડેલી ખાતે ઉજવવામાં આવ્યો હતો.
બોડેલી ખાતે ઈદે મિલાદુન નબી નું જુલુસ ઢોકલીયા થી નીકળી બોડેલી ની જુમ્મા મસ્જિદ થી બોડેલી બજારમાં રહી અલીપુરા ચાર રસ્તા થી અલીપુરા ખાતે આવેલ એહમદી મસ્જિદ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ મુબારક દિન હજરત મોહમ્મદ સાહેબની સાનમાં મનાવતા
બોડેલી ની આન બાન અને શાન ગણાતા સૈયદ હસન અલી બાવા તેમજ સૈયદ મોહસીન બાવા ની મુખ્ય હાજરી થી જસને ઈદે મિલાદુન નબી ના જુલુસ ને લીલી ઝંડી આપી જુલુસ ના આગમન કરતા સૈયદ મોઈન બાવા તેમજ બોડેલી ની તમામ સુન્ની મસ્જિદોના તમામ પેશ ઇમામ ને આ જુલુસ ની શાન તરીકે ઘોડે સવાર કરાવ્યા હતા. તેમજ બોડેલી ઢોકલીયા અલીપુરા ની તમામ મસ્જિદો માં બાલ મુબારક ના દીદાર કરાવયા હતા.મોહમ્મદ સાહેબની સાનમાં સૌ કોઈ જુલુસમાં હાજર રહેતા તેમજ સમગ્ર બોડેલી ગામની આજુબાજુના તમામ ગામોના ઇસ્લામ ધર્મના માનનારા ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ સાહેબના જન્મદિવસ પર હાજર રહી જુલુસ ની શાન વધારી હતી
અને મોટી સંખ્યામાં આ જુલુસ ની અંદર ઇસ્લામ ધર્મને માનનારા તમામ વ્યક્તિ હાજર રહ્યા હતા તેમ જ બોડેલી અને બોડેલી ની આજુ બાજુ ના તમામ નવજુવાન યુવાનો દ્વારા અવનવી નીયાજ તકસિમ કરવામાં આવી હતી.
તેમજ બોડેલીના સેવાભાવી ઇલમુદીન લુહારે બોડેલીના દવાખાનાઓમાં જઈ દર્દીઓને ફ્રુટ નું વિતરણ કર્યું હતું
એમ જ પોલીસનો સાથ સહકાર સારો મળ્યો હતો.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર