GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરનાં પુરવઠા ગોડાઉનમાંથી નમુના લેવાયા

 

જામનગરનાં પુરવઠા ગોડાઉનમાંથી નમુના લેબ ટેસ્ટ માટે લેવાયા

જામનગર (ભરત ભોગાયતા)

જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રાજ્ય સરકાર ની ડ્રાઈવ સરકારી ગોડાઉન માં તપાસ કરવી તેમજ પાન મસાલા ની ડ્રાઈવ અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં માંથી કુલ ૫ ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ & ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવે થી આગળની FSSAI-2006 તથા નિયમો-2011 હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

તેમજ
૧ જગદીશ ચંદ્ર & કં કેસરયુક્ત પાન મસાલા (વિમલ બ્રાન્ડ ) ગ્રેઇન માર્કેટ
૨ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ બાજરો (લુઝ) બેડેશ્વર
૩ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ તુવેરદાળ ”
૪ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ઘઉં ”
૫ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ચોખા “ના નમુનાઓ લેવામાં આવ્યા છે

ઉપરાંત ફરિયાદી ની ફરીયાદ માં જણવ્યા અનુસાર સોજી (શ્રી વલ્લભ બ્રાન્ડ ) કં પેક પાઉચ ૫૦૦ ગ્રામ ઘરે તોડતા તેમાંથી જીવાત/ઈયળ જોવા મળતા અત્રે ની ફૂડ શાખાને ફરીયાદ કરતાં એફ.એસ.ઓ.દ્વારા ગ્રેઇન માર્કેટ માં આવેલ ઠક્કર & કં માં રૂબરૂ તપાસ કરતાં વલ્લભ બ્રાન્ડ કં પેક સોજી ૫૦૦ ગ્રામ નો નમુનો તથા ઇગલ બ્રાન્ડ કં પેક ૫૦૦ ગ્રામ સોજી ના નમુના ઓ લઇ ફૂડ & ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

તેમજ હાપા ગણેશ પંડાલ માં થયેલ ફૂડ પોઈઝનિંગ બાબતે જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ તપાસ કરી પીરસવામાં આવેલ વઘારેલા ભાત અને છાસ ના નમુના લઇ તેમજ લંઘવાડ ના ઢાળીયે આવેલ બજરંગ ડેરી ફાર્મ માંથી છાસ નો નમુનો લઇ ફૂડ & ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત અઠવાડિયા દરમિયાન મળેલ ઓનલાઈન તેમજ ટેલીફોનીક/ઓફલાઇન ફરીયાદ નો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

__________________________

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!