હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે ડોઝ બોલ રમતની 1લી સબ જુનિયરની ભાઈઓ / બહેનોની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન

તારીખ 15/9/2024 રવિવારના રોજ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે ડોઝ બોલ રમતની 1લી સબ જુનિયરની ભાઈઓ / બહેનોની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન ડોઝ બોલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવેલ. જેમાં આ સ્પર્ધાના મુખ્ય અતિથિ વિશેષ તરીકે સાબરકાંઠા જિલ્લાના જિલ્લા પંચાયતના શિક્ષણ ચેરમેનશ્રી હિમાંશુ ભાઇ નિનામા તેમજ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પાર્થ ભાઈ પરમાર, ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશના મહામંત્રી શ્રી કિરણ ભાઈ મલેશિયા રમત ગમત ક્ષેત્રે રમતો માટેના પ્રતિનિધિ તરીકે શ્રી હાર્દિકભાઈ રાઠોડ, ગાંધીનગર પલક સોંધરવા ડોઝબોલ એસોસિયેશન ગુજરાત રાજ્યના સેક્રેટરી તેમજ ગુજરાત રાજ્યના 10 જિલ્લાના કોચિસ ટ્રેનરો અને સ્ટાફ મિત્રો અને 200ની સંખ્યા માં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રમતની શરૂઆત આમંત્રિત મહેમાન હિમાંશુભાઈ નીનામા કિરણભાઈ મલેશિયા અને પાર્થભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી રમતની અંતે વિજેતા ટીમો ને ટ્રોફી આપવામાં આવી હતી અને ખેલાડીઓને ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યા હતા વિશેષ માં હિમાંશુભાઈ નીનામા દ્વારા અને કિરણભાઈ મલેશિયા દ્વારા ખિલાડીઓને રમત વિશે માહિતી આપી હતી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી
અહેવાલ:- પ્રતિક ભોઈ



