તલોદના રણાસણ ખાતે પોષણમાહ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઇ

*તલોદના રણાસણ ખાતે પોષણમાહ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઇ*





સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં 30 સપ્ટેમ્બર સુધી સાતમા રાષ્ટ્રીય પોષણમાહની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકાના રણાસણ હાઈસ્કૂલ તેમજ વડાલીના હાથરવા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન પોષણમાહની ઉજવણીના ભાગરૂપે વાનગી સ્પર્ધા યોજાઇ હતી.આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સમાંથી બનાવેલ પૌષ્ટીક વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.સાથે જ બાળ તંદુરસ્ત સ્પર્ધા યોજાઇ હતી. સ્પર્ધા દરમિયાન પ્રથમ ત્રણ નંબર મેળવનારને મહાનુભાવોના હસ્તે પોષ્ટિક કીટનુ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ, ધારાસભ્યશ્રી રમણલાલ વોરા,તાલુકા વિકાસ અધિકારીશ્રી,ટી.એચ.ઓશ્રી, સીડીપીઓશ્રી, મુખ્ય સેવિકાશ્રી તથા તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ




