વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન યુથ વિંગ દ્વારા આણંદ ખાતે જશ્ને ઇદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય ફૂડ વિતરણ

વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન યુથ વિંગ દ્વારા આણંદ ખાતે જશ્ને ઇદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય ફૂડ વિતરણ
તાહિર મેમણ – 17/09/2024- આણંદ – જશને ઇદે મિલાદુન્નબી નિમિત્તે આણંદ ખાતે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન યુથ વિંગ દ્વારા પ્રોજેક્ટ મોહબ્બતેં હેઠળ જુલૂસ દરમિયાન પફ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું.
જુલૂસ દરમિયાન પફ વિતરણ*
કાર્યક્રમ નું તમામ આયોજન વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન આણંદ શહેર નાં સિટી ચેરમેન એવા જનાબ અશરફ ભાઈ મેમણ (મચ્છી વાળા) ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.* તે દરમિયાન ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાનો માં *WMO, લાઇફ મેમ્બર એવા જનાબ ફારુક ભાઈ સૂરિયા, હાજી અસફાકભાઈ તેમજ આણંદ અશરફી નવજવાન મેમણ કમિટી નાં પ્રમુખ જનાબ કાદર ભાઈ મેમણ, તેમજ ઇમરાન ભાઈ મેમણ (જામનગર વાળા) નો સમાવેશ થાય છે.તદઉપરાંત આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન યુથ વિંગ આણંદ નાં તમામ કારોબારી સભ્યો નો પણ સમાવેશ થાય છે.
આવનારા સમય માં પણ *વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન યુથ વિંગ ની સહાનુભૂતિ દ્વારા સમાજ ને મદદરૂપ થાય એવા ગણા બધા કાર્યક્રમો તેમજ મેડિકલ કેમ્પ વગેરે કરવામાં આવશે તેવું યુથ વિંગ નાં વડીલો એ સૂચન આપ્યું હતું




