GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રૂપાવટી પ્રાથમિક શાળા માં ચિત્ર સ્પર્ધાનું આયોજન 

WANKANER:વાંકાનેર રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રૂપાવટી પ્રાથમિક શાળા માં ચિત્ર સ્પર્ધાનું આયોજન

 

 

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને RBSK TEAM & સબ સેન્ટર રૂપાવટી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી રૂપાવટી પ્રાથમિક શાળા માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું..

શાળામાં કુલ ૨૬૩ વિદ્યાર્થીઓમાંથી ધોરણ ૫ થી ૮ ના મળીને કુલ ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ..

આ કાર્યક્રમ માં ડો.ડિમ્પલબા જાડેજાએ વિદ્યાર્થીઓને તમાકુ ના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક આડ અસરો તથા રોગો વિશે માર્ગદર્શન આપેલ..

જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ,પેન,પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવેલ..

સમગ્ર કાર્યક્રમ ને RBSK ટીમ ડો.નિલેશ ધનાણી, ડો.ડિમ્પલબા જાડેજા, સોનલબેન ઝાલા ,MPHW અશ્વિનભાઈ પડાયા- ,CHO પ્રતિભાબેન પટેલ અને શાળાના પ્રિન્સિપાલ હરેશભાઈ પ્રબતાની અને શાળાના શિક્ષકો દ્વારા સફળ બનાવેલ..કાર્યક્રમ ના અંતે શાળાના બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવેલ હતો.

Back to top button
error: Content is protected !!