
વિજાપુર રણાસણ આર કે સ્કૂલ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજાઇ
બાળકો ને વ્યસન મુક્તિ ના શપથ લેવડાવ્યા
વાત્સલયમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રણાસણ ગામે આવેલ આર કે હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત જીલ્લા ટોબેકો સેલ અને આરોગ્ય વિભાગના સાનિધ્ય મા વકૃત્વ સ્પર્ધા યોજાઇ હતી જેમાં આરોગ્ય અધિકારી દ્વારા તમાકુ ના વ્યસન થી થતાં નુકશાન બાબતે માર્ગદર્શન આપ્યું હતું જ્યારે વકૃત્વ સ્પર્ધા મા ભાગ લેનારા શાળાના બાળકોએ સમાજીક આર્થિક અને શારીરિક નુકસાન બાબત ની સુંદર રજૂઆત કરી હતી . જેમાં પહેલો બીજો ત્રીજો નંબર લાવનાર વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતા.તાલુકા હેલ્થ સુપર વાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા તમાકુ અધિનિયમન ૨૦૦૩..ની કલમ નબર ૬ અ અને ૬ બ.ની સમજ આપવામાં આવી હતી. શાળાના બાળકો ને વ્યસન મુક્તિ અંગેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.શાળા ના તેમજ શિક્ષકો દ્વારા સમગ્ર વિદ્યાર્થીઓ ને વ્યસન અંતર્ગત માહિતી પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમ નું આયોજન નિકુંજ મોદી અને દક્ષેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ.




