GUJARATMAHISAGARSANTRAMPUR

લુણાવાડા તાલુકાના કોલવણ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

મહીસાગર જીલ્લા ની પ્રજાની લાગણી – માંગણી

અને અપેક્ષા પૂર્ણ કરવા સમગ્ર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો સુભારંભ કરવામાં આવેલ છે. જે અંતર્ગત લુણાવાડા તાલુકાના કોલવણ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો .

આ પ્રસંગે જિલ્લા કલેકટર નેહા કુમારીએ જણાવ્યું હતું કે, આજ રોજથી શરૂ થયેલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ વિભાગ અંતર્ગત ૫૫ જેટલી યોજનાનો લાભ ગ્રામજનોને મળી રહે તે માટે સરકાર ઘર આંગણે આવી લાભો આપી રહી છે તો દરેક લોકોએ સેવા સેતુ કાર્યક્રમમાં આવી આજુબાજુના લોકોને સાથે લાવી લાભ લેવા અપીલ કરી હતી આ ઉપરાંત આજથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેકવી નહી અને લોકો પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત થઈ સ્વચ્છ સમાજનું નિર્માણ કરીએ. તેવી ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્ય સાથે આજ રોજ મહીસાગર જિલ્લામાં પણ સેવા સેતુનો સુભારંભ થયો છે ત્યારે સેવા સેતુ કાર્યક્રમ થકી એક જ જગ્યાએથી વિવિધ યોજનાનો લાભ લોકો લઈ શકશે માટે આ કાયૅકમ માં વધુ ને વધુ લોકો લાભ લઈ અન્યોને પણ સેવા સેતુનો લાભ લેવા પ્રેરિત કરે જેથી કોઈ પણ વ્યક્તિ લાભથી વંચિત ન રહે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર નેહા કુમારી અને ઉપસ્થિત મહાનુભાવો નાં હસ્તે વિવિધ સહાય લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. ઉપસ્થિત સર્વે લોકોએ સ્વચ્છતા જાગૃતિ અંગે સપથ લીધા હતા અને ” એક પેડ માં કે નામ ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરે સ્થળ ખાતે ઉભા કરવામાં આવેલ વિવિધ કેમ્પની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, નાયબ વન સંરક્ષક નૈવિલ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ સરપંચ શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!