
મહેસાણા, પાટણ તથા ગાાંધીનગર જીલ્લામાંથી અલગ-અલગ જગ્યાઓએ મોટર સાયકલ ચોરી કરતી ગેંગને એલસીબી મેહસાણા પાંચ ઈસમો ને ઝડપી પાડ્યા
મો.સા નંગ-૨૩ સાથે મોબાઈલ મળી કુલ.રૂ. ૬,૯૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને ઝડપી પાડતીલોકલ ક્રાઇમ બ્રાન્ચ, મહેસાણા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મેહસાણા એલસીબી પોલીસ ને નાયબ પોલીસ મહાનીરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ રેન્જ, ગાંધીનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.તરૂણ દુગ્ગલ, મહેસાણા નાઓએ જીલ્લા મા બનતા વાહન ચોરી તથા ઘરફોડ તથા મંદીરો માથતી ચોરી તથા કેબલવાયર તથા અન્ય ચોરીના ગુનાઓ અટકાવવા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અસરકારક પરીણામ લક્ષી કાર્યવાહી કરવાની આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઈ જેજી વાઘેલા તેઓની ટીમ દ્વારા કડી વિસ્તાર માં પેટ્રોલીંગમા હતા તે સમયે ખાનગી મા બાતમીના આધારે ચોરીના શંકાસ્પદ બે બાઈકો સાથે પાંચ ઈસમો ને ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિ થી પુછપરછ કરવામાં આવતા કોઈ સંતોષકારક જવાબ નહી મળતા ચાર ઈસમો અને એક બાળ કિશોર ને અલગ અલગ કરીને પુછપરછ કરતા મેહસાણા પાટણ અને ગાંધીનગર જીલ્લા ના અલગ અલગ જગ્યાએથી કુલ ૨૩ જેટલી બાઈકો ની ઉઠાંતરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચાર ઈસમો ઝાલા રોનકસિંહ ઉફે રોકી દશરથસિંહ રહે દેથલી તા.બેચરાજી જી.મહેસાણા અને ઝાલા સંજય સિંહ કંભુભા રહે દેત્રોજ જી.અમદાવાદ, અને ઝાલા યુવરાજ સિંહ ભાવસંગજી રહે દેથલી તા.બેચરાજી જી.મહેસાણા તેમજ સાધુ શ્રવણ ઉર્ફે સુનીલ ઉર્ફે બાડો મુકેશભાઈ રહે દેથલી તા.બેચરાજી જી.મહેસાણા અને કાયદા ના સંઘર્ષ મા આવેલ બાળ કિશોર ને ઝડપી પાડી તેઓની પાસેથી કુલ ૨૩ મોટર સાયકલો અને એક મોબાઈલ સહિત કુલ રૂપિયા ૬,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી




