MORBi:મોરબીના ખાનપર ગામે ઘર પાસે પાકૅ કરેલ મોટર સાઇકલ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી રફુચક્કર
MORBi:મોરબીના ખાનપર ગામે ઘર પાસે પાકૅ કરેલ મોટર સાઇકલ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી રફુચક્કર
મોરબી તાલુકાના ખાનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ મોટરસાયકલની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા
મૂળ ખાનપરના રહેવાસી હાલ મોરબી રવાપર ગામ કેશવ હાઇટ્સ ૪૦૧માં રહેતા કલ્પેશકુમાર કેશવજીભાઈ જીવાણી ઉવ.૩૮ એ ગત તા. ૧૦/૦૯ના રાત્રીના પોતાનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-એચડી-૨૭૭૧ વાળું ખાનપર ગામે પોતાના ઘરની બહાર શેરીમાં પાર્ક કર્યું હોય ત્યારે બીજે દિવસે સવારે ત્યાં ઉપરોક્ત સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જોવામાં ન આવતા ઘરની આજુબાજુ તથા ગામમાં મોટરસાયકલ અંગે તપાસ કરતા નહીં મળેલ જેથી પ્રથમ ઇ-એફઆઈઆર બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં રૂબરૂ મોટર સાયકલ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ સને ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.