MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સબજેલના ત્રણ ઇન્ચાર્જ જેલરની બઢતી સાથે બદલી
MORBI:મોરબી સબજેલના ત્રણ ઇન્ચાર્જ જેલરની બઢતી સાથે બદલી
પી.એમ.ચાવડાને બદલી સાથે સુરત સેન્ટ્રલ જેલમાં જેલર વી.એમ.ચાવડાને ભરૂચ ખાતે અને મોરબી સબજેલ જેલર તરીકે એ.આર.હાલપરાને પદોઉન્નતી મોરબી સબજેલના ત્રણ અધિકારીઓને બદલી સાથે પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે મોરબી સબજેલ સ્ટાફ તરફથી વિદાય અને આવકાર આપી ત્રણેય અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
મોરબી સબજેલના હાલ ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડાને બદલી સાથે સુરત સેન્ટ્રલ જેલમાં જેલર તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે મોરબી સબજેલના વી.એમ.ચાવડાને પણ બદલી સાથે ભરૂચ જીલ્લા જેલમાં જેલર તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત અતુલભાઈ હાલપરાને બઢતી સાથે મોરબી સબજેલ ખાતે જેલરનુ પ્રમોશન આપવામાં આવતા મોરબી સબજેલના સ્ટાફ તરફથી ત્રણેય અધિકારીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.