
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત વિશે કરેલ કથિત ટિપ્પણીનો નર્મદા જિલ્લા ભાજપ દ્વારા વિરોધ
અત્યાર સુધી કોંગ્રેસ સરકારે આદિવાસી સમાજ નો આર્થિક પછાત સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો : ડો. દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય નાંદોદ
રાજપીપલા : જુનેદ ખત્રી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કથિત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત વિરુધ્ધ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં આપેલ સ્પીચ વિરુધ્ધ ભાજપ આક્રમક બન્યું છે દેશભરમાં આજે રાહુલ ગાંધીના આ નિવેદન વિરૂદ્ધ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે
આજે ૧૯.૧૦.૨૪ ના રોજ રાજપીપલા ખાતે ભાજપ આદિવાસી મોરચાના નેજા હેઠળ કલેકટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી એ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો અને ત્યાં ભારત વિરોધી શક્તિઓ અને જુથો સાથે બેસીને ભારત વિરોધી અને હિન્દુત્વ વિરોધી નિવેદનો કર્યા અને ખુલાસો કર્યો કે તેઓ લોકસભામાં વિરોધપક્ષના નેતા નથી, પરંતુ ભારત વિરોધી નેતા છે રાહુલ ગાંધીએ અમેરિકામાં જે પ્રવચન રજૂ કર્યું છે તે ભારત વિરોધી, અલગતાવાદી, વિનાશક અને હિન્દુત્વનું અપમાનજનક છે. રાહુલ ગાંધીની ભાષા હિંદુ દેવી-દેવતાઓ પ્રત્યે અપમાનજનક હતી. રાહુલ ગાંધીએ અમેરિકામાં એક પછી એક ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે જેના કારણે ભારતીયો ની લાગણી દુભાય છે. રાહુલ ગાંધીએ શીખ સમુદાય પર પણ વિવાદાસ્પદ અને ખરાબ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, મારી લડાઈ એ વાતને લઈને છે કે શું ભારતમાં શીખોને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે? કે પછી શીખને કડા પહેરવાની છૂટ આપવામાં આવશે? જે રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં ધૂમ મચાવતા હતા કે જો ભાજપ ૪૦૦ નો આંકડો પાર કરશે તો બંધારણ બદલી દેશે અને અનામત ખતમ કરી દેશે
એ જ રાહુલ ગાંધીએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે તેમની માનસિકતા અનામતની વિરુધ્ધ છે, તે સાબિત કરતાં અનામતની જોગવાઈ સામે તેમનો પૂર્વગ્રહ, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની તેમની વાતચીત દરમિયાન ખુલ્લેઆમ બહાર પાડયો, તેમણે તેમની સ્પીચ માં જણાવ્યું કે; ” જયારે ભારત ભેદભાવમુક્ત દેશ બનશે ત્યારે કોંગ્રેસ આરક્ષણ ખતમ કરી દેશે. આરક્ષણ હવે એવું નથી કારણ કે, દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) ને યોગ્ય ભાગીદારી મળી રહી નથી” આ સાથે જ અનામત સામેનો પૂર્વગ્રહ જે રાહુલ ગાંધી પાસે પુષ્કળ પ્રમાણમાં છે, તે અમેરિકામાં પ્રતિબિંબિત થયો છે. કોંગ્રેસ નેતાનું બંધારણ બચાવવા અને અનામત બચાવવાની ઝુંબેશ એક ‘ચર્ચા’ સિવાય બીજું કંઈ નથી. તેમજ તેમણે ભારતની બહાર જઈને આરક્ષણ વિશે વાત કરવાની કોઈ જરૂર નથી.
પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી ઉપર આક્ષેપ કરતા આવેદનમાં જણાવ્યું છે કે તેઓ પણ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) ના સભ્યોને અનામત આપવાના વિરુધ્ધ હતા આમ રાહુલ ગાંધી દ્વારા ખુબજ હલકી કક્ષા નું અને એક ભારતના નાગરિક ને ના શોભે તેવું અણછાજતું વર્તન કર્યું છે જે ખૂબ નિંદનીય છે. જેથી હમો સમસ્ત આદિવાસી મોરચા ના લોકો રાહુલ ગાંધી અને કોંગ્રેસ ના વિરુધ્ધમાં આવેદન પત્ર આપીએ છીએ અને આવેદન આપી અમે ચેતવણી આપવા માંગીએ છીએ કે, જો કોંગ્રેસ કોઈ પણ રીતે અનામતની જોગવાઈ સાથે છેડછાડ કરવાનો અથવા તેને રદ કરવાનો પ્રયાસ કરશે, તો ભાજપ તેનો સખત વિરોધ કરશે તેમ આવેદન માં જણાવ્યું હતું




