સ્ટે.ચેરમેન કગથરાની ઉપસ્થિતિમાં એસ.ટી.માં સફાઇ અભિયાન

*જામનગર એસ.ટી.ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે કાર્યક્રમો યોજાયા*
*જામનગર તા.19 સપ્ટેમ્બર,* સ્વચ્છતા હી સેવા- 2024 અભિયાન અન્વયે રાજ્ય સરકારશ્રી દ્વારા સંચાલિત એસ.ટી.બસ ડેપો જામનગર વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન ડેપો ખાતે સફાઈ કામદારો સાથે મળીને અધિકારીઓ અને મુસાફરોએ સાફ- સફાઈ કરી હતી. કાર્યક્રમના અંતે એસ.ટી. બસમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે તેવા શપથ હાજર અધિકારીશ્રીઓ, કર્મચારીગણ તથા પ્રવાસીઓ દ્વારા લેવામાં આવ્યા હતા.
ઉક્ત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, સીટી સર્વે કચેરીના રજિસ્ટ્રાર શ્રી યુવરાજસિંહ રાણા, જામનગર એસ.ટી. વિભાગના લાયઝન અધિકારી શ્રી એમ.પી.શુક્લ, વિભાગીય નિયામક શ્રી બી.સી.જાડેજા, વહીવટી અધિકારી શ્રી જે.વી. કણજારીયા, ડેપો મેનેજર શ્રી એન.બી.વરમોરા અને બહોળા પ્રમાણમાં નાગરિકો હાજર રહ્યા હતા.
*000000*
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com






