Rajkot: રાજ્યકક્ષાની અંડર – ૧૫ બોયઝ હોકી સ્પર્ધામાં અમરેલી સામે ૫-૧ થી દાહોદની ટીમ વિજેતા

તા.૧૯/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગત તા. ૧૭ થી પ્રારંભ થયો હતો. જેમાં ૨૫ જેટલી જિલ્લા કક્ષાની ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.
આજરોજ દાહોદ તેમજ અમરેલી જિલ્લાની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જેમાં દાહોદની ટીમે ૫ – ૧ થી અમરેલી સામે જીત મેળવી છે. જયારે અરવલ્લીની ટીમ ત્રીજા સ્થાને આવેલી છે. દાહોદની અંડર – ૧૫ બોયઝ ટીમ હવે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ત્રિદિવસીય ઇન્ટર ડીસ્ટ્રીકટ બોયઝ સ્પર્ધામાં કુલ ૨૫ જેટલી મેચ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રમવામાં આવેલી હતી. આવતીકાલ તા. ૨૦ સપ્ટેમ્બર થી અંડર -૧૭ મહિલા હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૨૦ જેટલી ટીમ રાજકોટ ખાતે આવી પહોંચશે. તા. ૨૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમ્યાન મહિલા હોકી મેચ રમવામાં આવશે તેમ સ્પર્ધાના કન્વીનર અને રાજકોટ હોકી કોચ શ્રી મહેશ દિવેચાએ જણાવ્યું છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત રાજ્યકક્ષાની હૉકી સ્પર્ધાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી શ્રી વી.પી. જાડેજાના માર્ગદર્શનમાં હેઠળ કરવામાં આવી રહ્યું છે.




