Dhoraji: ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં એક પેડ માં કે નામ” કાર્યક્રમ યોજાયો

તા.૧૯/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગ રૂપે ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આવેલ જનતા બાગ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમગ્ર ગ્રામજનો અને તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઉપરાંત, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે ઉપાય તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન દેશભરમાં શરૂ કરાવ્યું છે. જેમાં ધોરાજી ખાતે “એક પેડ માં કે નામ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં ઉપલેટાનાં ધારાસભ્યશ્રી મહેન્દ્ર પાડલીયા, નાયબ કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, નગરપાલિકાનાં મુખ્ય અધિકારીશ્રી તથા તમામ કર્મચારીઓ તથા શહેરનાં નાગરીકોનાં સહયોગથી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” સાંસ્કૃતિક કાર્યક્રમ અને “એક પેડ માં કે નામ” કાર્યક્રમ સફળ રીતે યોજાયો હતો.






