NATIONAL

ભાજપના મોટા નેતા પર લાગ્યો દુષ્કર્મનો આરોપ

કર્ણાટકના રાજરાજેશ્વરીથી ભાજપના ધારાસભ્ય મુનીરત્ના સામે દુષ્કર્મનો ફરિયાદ નોંધાઈ છે. પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના એક રિસોર્ટમાં બની હતી. ધારાસભ્ય સહિત સામે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધનીય છે કે, ભાજપના ધારાસભ્ય મુનીરત્ના પહેલાથી જ ન્યાયિક કસ્ટડીમાં છે. તેના પર કોન્ટ્રાક્ટરને ધમકાવવા, દુર્વ્યવહાર અને મારપીટ કરવાનો આરોપ છે. પોલીસે 14મી સપ્ટેમ્બરે તેની ધરપકડ કરી હતી. કોર્ટે ભાજપના ધારાસભ્યને 30મી સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
ભાજપના ધારાસભ્ય મુનીરત્ના પર દલિત કોન્ટ્રાક્ટરને ધમકાવવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા, જાતિ સંબંધિત શબ્દોનો ઉપયોગ કરવાનો અને લાંચ માંગવાનો આરોપ છે. કોન્ટ્રાક્ટરે 13મી સપ્ટેમ્બરે મુનીરત્ના સામે બે કેસ દાખલ નોંધાયા હતા. પોલીસે તેની કોલાર જિલ્લામાંથી ધરપકડ કરી હતી. પોલીસ સ્ટેશનમાં આપેલા રિપોર્ટમાં કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, ‘ધારાસભ્યએ મારી પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને જો લાંચ નહીં આપે તો કામ બંધ કરી દેવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, ધારાસભ્યએ મને માર માર્યો અને ગાળો પણ આપી.’

આ ઘટના સામે આવ્યા બાદ ભાજપના ધારાસભ્ય મુનીરત્નાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, ‘છેલ્લા 15 વર્ષમાં મારા પર આવો આરોપ કોઈએ લગાવ્યો નથી. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે.’

Back to top button
error: Content is protected !!