Rajkot: લોધિકાના વડ વાજડી ગામે પોષણ માસની ઉજવણી કરાઈ

તા.૧૯/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
લાભાર્થીઓને સમતોલ આહારની જાણકારી અને પોષણ કિટ્સ વિતરણ કરાઈ
Rajkot: લોધિકા તાલુકાના વડ વાજડી ગામે પોષણ માસ અંતર્ગત આઇસીડીએસ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં લાભાર્થીઓને સમતોલ આહારની જાણકારી આપી પોષણ કિટ્સ વિતરણ કરવામાં આવી હતી.
આઇસીડીએસ વિભાગ દ્વારા આ તકે ટી.એલ.એમ.નું પ્રદર્શન, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ બીજનું વિતરણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ તથા આંગણવાડી કાર્યકર દ્વારા રોલ પ્લે કરી પોષણ યોજના વિશે માહિતી અપાઈ હતી.
આ તકે લાભાર્થી સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ યુક્ત બીજનું વિતરણ કરવાની સાથે આંગણવાડી કેન્દ્ર પર વૃક્ષારોપણ કરાયું હતું.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત લોધિકાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી રેખાબેન, રાજકોટ ગ્રામ્ય પ્રોગ્રામ ઓફીસરશ્રી સાવિત્રીબેન નાથજી, બાળ વિકાસ યોજના અધિકારી લોધીકાશ્રી શોભનાબેન લાડાણી, સુપરવાઈઝર ખીરસરા ભગવતીબેન બાલસરા, માનસીબેન હિંસુ, વર્ષાબેન ચાવડા તથા વડ વાજડી ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






