BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ: કે.જી.એમ. સ્કૂલ ખાતે યોજાયેલ રેલીમાં અપાયો “સ્વચ્છતા હી સેવા”નો સંદેશ

સમીર પટેલ, ભરૂચ
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના ઉપક્રમે “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪“ પખવાડિયા અંતર્ગત આજરોજ કે.જી.એમ. સ્કૂલ ઝાડેશ્વર ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા હી સેવા શુભારંભ કે.જી.એમ. સ્કૂલ દ્વારા સ્વચ્છતાની વિદ્યાર્થીને જાણકારી આપવામા્ં આવી હતી. ઘર, સોસાયટી, ઓફીસ, વ્યવસાયના સ્થળો, જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાથી સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય છે. આથી દરેક નાગરિકો સ્વચ્છતાને પણ રોજીંદી ક્રિયાનો ભાગ બનાવી, પોતાની આસપાસ સ્વચ્છતા જાળવે તે માટે ખાસ અનુરોધ કરી “સ્વચ્છતા હી સેવા”નો સંદેશ આપ્યો હતો. અને પ્લાસ્ટિકનો ઓછો વપરાશ અંગે માહિતગારા કરી સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. અને સામુહિક શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.




