અંકલેશ્વર: પબ્લિક સ્કૂલ ખાતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરુચ પ્રેરિત સીઆરસી આયોજીત બાળ વિજ્ઞાન પ્રદર્શની યોજાઈ…
સમીર પટેલ, અંકલેશ્વર
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારના રોજ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરુચ પ્રેરિત સી આર સી આયોજીત બાળ વિજ્ઞાન પ્રદર્શની આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં અંકલેશ્વર ની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રદર્શનીનું આયોજન કરવાનો મુખ્ય હેતું બાળ વિજ્ઞાન અને ટેકનોલોજી ની નવીન ક્ષીતીજોને આંબવા માટે વૈજ્ઞાનીક અભીગમ સાથે સતત પ્રયત્નશીલ રહીને વિધ્યાથીઁ પોતાના વ્યક્તિગત જીવન થકી સમાજને પ્રગતીનાં પંથે લઇ જવા હંમેશા કાયઁરત રહે એ ખુબજ જરુરી છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સરકારી કક્ષાની બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન થયું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના શાસનાધિકારી ડો.દીવ્યેશ પરમાર, શિક્ષણ સમિતિ ના ચેરમેન ગણેશ અગ્રવાલ, અંકલેશ્વર પબ્લિક સ્કૂલના પ્રમુખ નાઝુ ફડવાલા, રાષ્ટ્રીય એવોડીઁ શિક્ષક ગજેન્દૃ પટેલ,સીઆરસી કોડીઁનેટર વિશાલ જોષી,સ્કુલ ના આચાયઁ કવીતા કાલગુડે,શિક્ષકો અને વિધ્યાથીઁઓની ઉપસ્થીતીમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લો મુકાયો હતો. પ્રદર્શનીમાં રજૂ થયેલી કૃતિઓ પણ ખરેખર વખાણવાલાયક છે.
આ પ્રસંગે ઉપસ્થીત મહેમાનોએ આજના યુગમાં વિજ્ઞાન નું ખુબ મહત્વ છે.દેશના વિકાસ માટે વિજ્ઞાન ખાસ જરુરી છે,જે વિદ્યાર્થીઓએ આ બાળ વિજ્ઞાન પ્રદર્શની માં ભાગ લીધો છે તેઓને શુભેચ્છા પાઠવી હતી અને આવી પ્રદર્શની માં હંમેશા ભાગ લેતા રહેવું જાઇએ એવી શીખ આપી અને જે વિદ્યાર્થીઓએ ભાગ નથી લીધો તેઓને પણ ભાગ લેવા માટે આપણે સવેઁએ એમને પ્રોત્સાહીત કરવા જોઇએ.અંકલેશ્વર શહેરી વિસ્તારમાં આ પ્રદર્શની યોજાઇ હતી.અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું. બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર વિસ્તારની ખાનગી તેમજ સરકારી 24 શાળાઓએ ભાગ લીધો હતો.૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો આ પ્રદર્શનમાં જોડાયા હતા અને કૃતિઓ રજૂ કરાઈ હતી.