GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર બસ ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત એસટી કર્મચારીઓએ જન જાગૃતિ રેલી કાઢી સફાઈ હાથ ધરાઇ

વિજાપુર બસ ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત એસટી કર્મચારીઓએ જન જાગૃતિ રેલી કાઢી સફાઈ હાથ ધરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બસ ડેપો ખાતે ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત એસટી કર્મચારી દ્વારા સ્વચ્છતા હી સેવા ના બેનરો સાથે જનજાગૃતિ લાવવા માટે રેલી કાઢવામા આવી હતી. જે ડેપો મેનેજર વી.સી ચૌધરી ની અધ્યક્ષતા મા રેલી નુ આયોજન કરવા મા આવ્યું હતું. જેમાં ડેપો વિસ્તારમાં રેલી બાદ સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં ડ્રાઈવર કન્ડક્ટર સહિત ના કર્મચારીઓ જોડાયા હતા. ડેપો મેનેજર વીસી ચૌધરીએ જણાવ્યું હતુકે સ્વચ્છતા અંતર્ગત તમામ બસો ની સફાઈ કરી હતી અને મુસાફરો ને સ્વચ્છ બસ ની મુસાફરી પુરી પાડી હતી. જોકે બસ ડેપો મા વારંવાર સ્વચ્છતા ને લઈ સૂચનાઓ પણ આપવા મા આવે છે બસ ડેપો ની તમામ ઓફિસો ની પણ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન ને સફળ બનાવવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!