GUJARAT

શિનોર તાલુકા પંચાયતના ભાજપાનાં મહિલા પ્રમુખ અર્ચનાબેન રાય સામે અવિશ્વાસની દરખાસ્ત આવતાં રાજકીય ક્ષેત્રે હડકંપ

ફૈઝ ખત્રી..શિનોર વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયત હાલ ભાજપ શાસિત તાલુકા પંચાયત છે.આ તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકો છે.તે પૈકીના એક સદસ્ય વિદેશમાં હોય હાલ 15 સદસ્યો છે.જેમાં ભાજપના 11,કોંગ્રેસના ત્રણ અને અપક્ષ ના એક સદસ્ય નો સમાવેશ થાય છે.જ્યારે તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે અર્ચનાબેન રાય છે.ત્યારે ભાજપ શાસિત તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય સામે ભાજપના ચાર,કોંગ્રેસના ત્રણ અને અપક્ષના એક મળી કુલ આઠ સદસ્યો દ્વારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અર્ચનાબેન રાય તેમની સત્તાનો દુરૂપયોગ કરી વિકાસના કામોના આયોજન લાગતાં વળગતા ગામો સીમિત,અન્ય સદસ્યો સાથે અન્યાય કરી,સામાન્ય વહીવટમાં અન્ય સદસ્યોને વિશ્વાસમાં લેવાતાં ન હોવાનું કારણ દર્શાવી શિનોર તાલુકા વિકાસ અધિકારીને તારીખ 18 સપ્ટેમ્બરના રોજ લેખિતમાં અરજી રૂપે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ હતી.જો કે પંચાયત ધારા ની જોગવાઈ મુજબ અવિશ્વાસની દરખાસ્ત ની અરજી નિયત નમૂનામાં ન હોવાનું કારણ દર્શાવી હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં તેમ લેખિતમાં અરજદારોને જણાવ્યું હતું.ત્યારબાદ શિનોર તાલુકા પંચાયત ના 8 સદસ્યો દ્વારા પંચાયત ધારા ની જોગવાઈ મુજબ નિયત નમૂનામાં ફરી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા શિનોર તાલુકા વિકાસ અધિકારીએ માન્ય રાખી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.ત્યારે ભાજપ શાસિત શિનોર તાલુકા પંચાયત ના મહિલા પ્રમુખ અર્ચનાબેન રાય સામે ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ના સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતાં રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવા ની સાથે સાથે શિનોરમાં ભાજપ નો આંતરિક જૂથવાદ પણ સામે આવ્યો છે.ત્યારે હવે જોવું એ રહ્યું કે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય છે કે પછી તેનું સુરસુરિયું થાય છે.એતો આવનાર સમય જ બતાવશે પરંતુ ભાજપના જ મહિલા તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર ચાર સદસ્યો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે કે કેમ તેને લઈને રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે.

Back to top button
error: Content is protected !!