SABARKANTHA

ખેડબ્રહ્માના મટોડા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઇ કરાઇ

*ખેડબ્રહ્માના મટોડા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઇ કરાઇ*
*****


સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહાનુભાવોના હસ્તે સ્વચ્છતા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.ધાર્મિક સ્થળોની સફાઈ સહિત જુદી જુદી જગ્યાએ સફાઇ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સફાઈ કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરી સફાઈ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કોઇએ સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા હતા. એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા ડેલીકેટશ્રી શામળભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી શિવાભાઈ,ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી પટેલ મુકેશભાઈ તેમજ ગામ લોકો હાજર રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!