હાલોલ-વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ની અંડર-14 ધો-7 અને 8 ની ટીમ જિલ્લા કક્ષાએ ઝળકી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૯.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે SGFI અખિલ ભારતીય શાળાકીય 68મો જિલ્લા કક્ષા કબડ્ડી રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા માં આવતા દરેક તાલુકા જેમ કે હાલોલ,કાલોલ,ઘોઘબા,મોરવા,શહેરા,જાંબુઘોડા,ગોધરા જેવા દરેક તાલુકા માંથી તાલુકા કક્ષાએ વિજેતા પામેલ શાળા ની કબડ્ડી રમત ની ટિમ જિલ્લા કક્ષાએ પોતાની રમત નું પ્રદર્શન બતાવી શાળા નું નામ અને પોતાનું અને પોતાના પરિવાર નું નામ દીપાવવા જિલ્લા કક્ષાએ પોહચી જેમાં હાલોલ તાલુકા અને હાલોલ ગામ માં આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ની અંડર-14 ધો-7 અને 8 ની ટીમ જિલ્લા કક્ષાએ ગોધરા ખાતે પોતાની રમતનું ઉત્કૃષ્ટ પ્રદશન બતાવી અને વિજેતા બની રાજ્ય કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી આ વિદ્યાર્થીઓ એ પોતાનું અને પોતાના પરિવાર ના નામ સાથે શાળા નું નામ ગૌરવાંકીત કર્યું તે બદલ તે દરેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ વાલીને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ દરેક બાળકો ને માર્ગદર્શન પૂરું પાડનાર વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-1 થી 8 ના પી.ટી ટીચર તરીકે ફરજ બજાવતા શિક્ષક અને કોચ હિનાબેન.પી.પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન આવતા થોડા સમયગાળા માં આ ટિમ રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા બતાવી વિજેતા બને તેવી શુભકામના પાઠવી હતી.











