MORBI:મોરબી જુગારના બે અલગ અલગ દરોડામાં કુલ ચાર આરોપી ઝડપાયા
MORBI:મોરબી જુગારના બે અલગ અલગ દરોડામાં કુલ ચાર આરોપી ઝડપાયા
ટીંબડી ગામની સીમમાં આવેલ એસીસ કારખાનાની પાછળ પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા વિશ્વાષભાઇ કાનજી પાટડીયા જાતે વાણંદ ઉવ.૩૧ રહે-કુલીનગર-૦૧ વિશીપરા મોરબી-૦૨ તથા જગદીશભાઇ ધીરૂભાઇ રેણુકા ઉવ.૨૫ રહે-મોરબી-૨ વેજીટેબલ રોડ ભાગ્ય લક્ષ્મી સોસાયટીવાળાને રોકડા રૂ.૬૧૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
મોરબતી તાલુકાના ઘુંટુ ગામે અંબાણી પેપરમીલની પાછળ તીનપત્તીના જુગારની મહેફિલ માણી રહેલ સંજયભાઇ અવચરભાઇ ઝંઝવાડીયા ઉવ.૨૧ રહે-વિશીપરા મોરબી-૦૨ તથા સિંકદરભાઇ અમૃતભાઇ કટીયા ઉવ.૨૪ રહે-કુલીનગર-૦૨ વિશીપરા મોરબી-૦૨ને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૫૫૦/-કબ્જે લીધા હતા.ઉપરોક્ત અલગ અલગ બંને દરોડામાં પકડાયેલ કુલ ચારેય આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે