GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા e-kyc ની કામગીરી શિક્ષકોને ન સોંપવા શિક્ષણ મંત્રીને રજુઆત કરાઈ

MORBI:અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા e-kyc ની કામગીરી શિક્ષકોને ન સોંપવા શિક્ષણ મંત્રીને રજુઆત કરાઈ

 

 

શિક્ષકોની તાલીમ, એકમ કસોટી સ્વચ્છતા અભિયાન,મતદાર યાદી સુધારણા,કલા ઉત્સવ જેવા કાર્યક્રમોને કારણે અભ્યાસક્રમ પૂરો થયો ન હોવાથી PDS+ મોબાઈલ એપ્લિકેશનમાં e kyc ની કામગીરી શિક્ષકોને ન સોંપવા રજુઆત કરાઈ.

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઈ- કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે, વંદે ગુજરાત ચેનલ – ૧ પર PDS+ એપ્લિકેશન બાબતની કોન્ફરન્સમાં દરેક બાળકની ઈ- કેવાયસી કરવાની દરેક શિક્ષકોને સુચના આપવામાં આવી જે કામગીરી કરવાથી શિક્ષણકાર્યને અસર થાય છે શાળામાં અનેક પ્રકારની બિન શૈક્ષણિક કામગીરીઓ ચાલે છે, આવી બિન શૈક્ષણિક કામગીરીથી શિક્ષકોમાં હવે માનસિક તણાવ ઉભો થતો જોવા મળે છે વળી આ કામગીરી જે તે વિભાગ દ્વારા તથા ગ્રામ્યકક્ષાએ આવેલ VC દ્વારા પણ થાય જ છે આ બિન શૈક્ષણિકની કામગીરીમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હોય તથા આ કામગીરીથી શિક્ષકોના શિક્ષણકાર્યના કલાકોનો પણ વ્યય થાય છે,હજુ હાલ ડીઝીટલ ગુજરાતમાં ઓનલાઈન શિષ્યવૃત્તિ દરખાસ્ત કરવામાં ખુબજ મુશ્કેલીઓ આવે છે, એમાં પણ ખુબજ સમય વ્યતીત થાય છે,હાલ શિક્ષકોની તાલીમ પણ ચાલુ છે, સ્વચ્છતા પખવાડિયાની કામગીરી પણ ચાલુ છે, કલા ઉત્સવ તેમજ એકમ કસોટી ચેક કરવાનું ચાલુ છે, સત્રાંત પરીક્ષાને એક મહિના કરતાં ઓછો સમય હોય, અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો હોય આ ઈ-કેવાયસીની કામગીરીથી શિક્ષક વર્ગખંડથી વિમુખ થતો જાય છે.શિક્ષકો પર વધુ કામગીરીનું ભારણ સર્જાય છે તો આવી e-kyc જેવી બિન શૈક્ષણિક કામગીરીથી શિક્ષકોને દૂર રાખવા શિક્ષણમંત્રી તેમજ નિયામક પ્રાથમિક શિક્ષણને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત પ્રાંત દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!