GUJARAT

શિનોર તાલુકા પંચાયતના ભાજપાનાં મહિલા પ્રમુખ અર્ચનાબેન રાય સામે ની અવિશ્વાસની દરખાસ્ત નું સુરસુરિયું

ફૈઝ ખત્રી..શિનોર ભાજપ શાસિત શિનોર તાલુકા પંચાયતમાં ભાજપના જ મહિલા તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય વિરુદ્ધ તારીખ .૨૦/૯/૨૦૨૪ નાં રોજ ભાજપના ચાર નારાજ સદસ્યો તેમજ કોંગ્રેસના ત્રણ સદસ્યો સહિત એક અપક્ષ સદસ્ય મળી કુલ આઠ સદસ્યો દ્વારા શિનોર તાલુકા વિકાસ અધિકારીશ્રી સમક્ષ અવિશ્વાસ ની દરખાસ્ત મૂકવામાં આવી હતી.જેનું આજે તારીખ ૨૧/૯/૨૦૨૪ નાં રોજ અવિશ્વાસ ની દરખાસ્ત પાછી ખેંચી લેવામાં આવતા સુરસુરિયું થયું હતું. સૂત્રો ની મળતી માહિતી મુજબ ભાજપ નાં ચાર બળવાખોર સભ્યોને ભાજપના જિલ્લા પ્રભારી રાજેશ પાઠક નું તેડું આવતા ચારે નારાજ સદસ્યો વડોદરા દોડી ગયા હતા જ્યાં જિલ્લા પ્રભારી રાજેશ પાઠકે નારાજ તમામ સભ્યોને સાંભળી ન્યાય ની ખાત્રી આપી હતી.જ્યારે ભાજપમાં નારાજ સદસ્યો ને જિલ્લા પ્રભારી તરફથી આશ્વાસન મળતા આજે તારીખ ૨૧/૯/૨૦૨૪ નાં રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પરત ખેંચતા ઘી નાં ઠામમાં ઘી પડ્યું આમ કહી શકાય.

Back to top button
error: Content is protected !!