GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: જામજોધપુર નગરપાલિકા દ્વારા યોગ શિબિરમાં મહિલાઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું

તા.૨૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ પ્રદેશની નગરપાલિકાઓના કમિશનરશ્રી મહેશ જાનીની સૂચના મુજબ વિવિધ નગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ ચાલી રહી છે.
જે અન્વયે જામજોધપુરની કૈલાસનગર સોસાયટીમાં ઉમિયા સત્સંગ હોલ ખાતે આયોજિત યોગ શિબિરમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા મહિલાઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ તકે મહિલાઓને ઘર અને કામકાજના સ્થળે ઘનકચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા જાળવણીની રીત વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.
તેમજ પૂર્વ કારોબારી અધ્યક્ષ-વ-સ્વચ્છતા પખવાડિયાના ઇન્ચાર્જશ્રી હેપીબેન ભાલોડીયા, સહઇન્ચાર્જશ્રી અલ્પાબેન ભાલોડીયા, યોગ કેન્દ્રના સંચાલકશ્રી રશ્મિબેન સહીત નગરપાલિકાના સ્ટાફ અને યોગ સાધક મહિલાઓએ સ્વચ્છતાના શપથ લીધા હતા.






