GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ શહેરના વોર્ડ નંબર ૪ અને ૫માં માર્ગ મરામતની કામગીરી કરાઈ

તા.૨૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત માસમાં આવેલા ભારે વરસાદના કારણે નુકશાન પામેલા રસ્તાઓના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે શહેરના વોર્ડ નંબર ૪ અને વોર્ડ નંબર ૫માં માર્ગ મરામતની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં વોર્ડ નંબર ૪માં ભગવતીપરા, કુવાડવા રોડ, રંગોલી બેકરી, કિંજલ પાર્ક તેમજ વોર્ડ નંબર ૫માં મારુતિ સોસાયટી, ૫૦ ફીટ રીંગ રોડ અને તેની આજુબાજુના વિસ્તારોમાં નાના-મોટા ખાડાઓ બૂરીને પેચ વર્ક કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વરસાદે વિરામ લીધા બાદ જનતાને અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને રોડના મરામતની કામગીરી અવિરતપણે ચાલી રહી છે.





