BANASKANTHAGUJARATPALANPUR

ષષ્ટીપૂર્તિ સમાપન કાર્યક્રમ નિમિત્તે બનાસકાંઠા વિભાગના પાલનપુર નગર ખાતે પ્રબુદ્ધ નાગરિકોનો એક કાર્યક્રમ સંપન્ન થયો.

22 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

ષષ્ટીપૂર્તિ સમાપન કાર્યક્રમ નિમિત્તે બનાસકાંઠા વિભાગના પાલનપુર નગર ખાતે પ્રબુદ્ધ નાગરિકોનો એક કાર્યક્રમ થયો હતો જેમા મુખ્ય વક્તા શ્રી રંગ રાજે જી ગુજરાત ક્ષેત્ર સંગઠન મંત્રી હતા.આ કાર્યક્રમમાં પાલનપુર નગર અને આજુબાજુના વિસ્તારના M D,MS LEVEL ના ડોક્ટર્સ વકીલ, એન્જિનિયર્સ, સમાજ સેવકો, સામાજિક આગેવાનો, તેમજ અલગ-અલગ પ્રકારે સમાજ જીવનમાં સેવા કરનાર સેવક મંડળો, ગણેશ ઉત્સવ મંડળો, નવરાત્રી ઉત્સવ કરનારા મંડળો, ગૌશાળા ચલાવનાર ગૌસેવકો અને સમાજ જીવનમાં પૂર્વે વિશિષ્ટ કામ કરનાર વ્યક્તિઓને યાદ કરીને ઉપસ્થિત રાખવામાં આવ્યા. તેઓનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમ નગર પાલિકા હોલ એમાં રાખવામાં આવ્યો એ કાર્યક્રમના અંતે નોંધનીય એ બાબત છે કે સમગ્ર ભોજન દેશી ગાયના ઘી માંથી બનાવી એક ગૌ સેવા નું શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જિલ્લાના મંત્રી ,અધ્યક્ષ ઉપાધ્યક્ષ ,સહમંત્રી તેમજ નગરના અધ્યક્ષ, મંત્રી, સહ મંત્રી તેમજ સમગ્ર પાલનપુર નગરઅને બજરંગ દળ ની ટીમે ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ શુભ પ્રયાસો કર્યા. વ્યક્તિગત સંપર્ક કર્યો જેના કારણે અપેક્ષિત સંખ્યા 550 થી 600 હતી એની જગ્યાએ 450 ખુરશી તો પૂર્ણ ભરાઈ ગઈ સમાજ શ્રેષ્ઠિઓ એ ઉભા ઉભા કાર્યક્રમને નિહાળ્યો તે સિવાયના અંદર ન આવી શકનાર કાર્યકર્તાઓ બહારથી લાઈવ રહીને આ કાર્યક્રમને પૂર્ણ રીતે નિહાળી.સૌથી મોટી વાત એ છે કે આ કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ પ્રત્યે ભાવ જાગવાના કારણે વિજય હનુમાન સંન્યાસ આશ્રમ નાં સંત શ્રી રામેશ્વરા નંદ ગિરિ મહારાજે 2,51,111/ રૂપિયા ની દાન ની જાહેરાત કરી હજુ આ કાર્યક્રમ ને લઈને ત્યાંના નગરના કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો કે દર માસે અમે મિટિંગ કરીને જે 20 કાર્યકર્તાઓ કામને લઈને દર મહિને દસથી વધુ કાર્યકર્તાઓને સંપર્ક કરી વિશ્વ હિન્દુ પરિષદના કામથી અવગત કરાવી કાર્ય સાથે જોડવા એ આપણા માટે શ્રેષ્ઠ સફળતા છે કામ થાય કાર્યક્રમ થાય પણ સરવાળે કાર્યકર્તા ન મળે તો એ કાર્યક્રમની સફળતા નથી આ કાર્યક્રમના અંતે આપણી ટીમમાં જોડી શકાય એવા પ્રકાર સક્ષમ અને સમર્પિત 25 થી વધુ કાર્યકર્તા હોય પોતાનું સમયદાન આપવા માટે નોંધ કરાવેલી છે.

Back to top button
error: Content is protected !!