GUJARATSABARKANTHA

નગરપાલીકા હિંમતનગર દ્રારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત મેરેથોન દોડ યોજાઇ

“સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા”

નગરપાલીકા હિંમતનગર દ્રારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત મેરેથોન દોડ યોજાઇ
********
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા દ્રારા “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત મેરેથોન દોડ યોજાઇ હતી.
2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા પખવાડીયા અંતર્ગત હિંમતનગરમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત “સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા” ની સામુહિક ભાવના જન-જનમાં ઉજાગર કરવાના હેતુથી નગરપાલિકા દ્રારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડ રીવર ફ્રન્ટ હિંમતનગર ખાતે યોજાઇ જેમાં નગરપાલિકાના સદસ્ય શ્રીઓ તેમજ કર્મચારીએ ભાગ લીધો હતો.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!