અહેવાલ-બળવંતસિંહ ઠાકોર
જન સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ હેતુ આયોજિત સેવાસેતુ ના દસમાં તબક્કામાં આજરોજ વિસનગર નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ પ્રાથમિક શાળા -૨ સવાલા દરવાજા ખાતે યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારના ૧૩ વિભાગોની ૫૫ જેટલી સેવાઓમાં થી ૧૬૬૧ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારોની અરજી સ્વીકારવામાં આવી અને સાંજ સુધીમાં અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારના નાગરિકોએ સેવા સેતુ કાર્યક્રમમાં સવારે આધારકાર્ડ ,આયુષ્માન કાર્ડ, આવકવેરો, વિધવા સહાય, રાશન સહાય, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા મળતી જેવી વિવિધ વિભાગોની વિવિધ સહાયો વગેરે થઈને કુલ 55 જેટલી સરકારી સહાય ના દાખલા, પ્રમાણપત્ર આજરોજ નાગરિકોને સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી.
વિસનગર નગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી ઉત્તમભાઈ પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ બારોટ, કમિટીના ચેરમેન પીનાબેન શાહ, પાણી સમિતિના ચેરમેન કિરીટભાઈ પરમાર, પ્રાંત અધિકારી શ્રી દેવાંગભાઈ રાઠોડ અને જિલ્લા અગ્રણી મનીષભાઈ ગડીયા નગરપાલિકાના સભ્ય સર્વશ્રી જગદીશભાઈ પટેલ, પ્રીતમ પટેલ ,શારદાબેન, દંડક શ્રી મેહુલભાઈ પટેલ, ચેતના પટેલ, ભાવેશભાઈ મોદી તેમજ વિસનગર મામલતદાર શ્રી ફલજીભાઈ ચૌધરી અને વિસનગર પાલિકાના ચીફ ઓફિસર શ્રી પાર્થભાઈ ત્રિવેદી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર રાજુભાઈ પટેલ સહિત અરજદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.