અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, કલેક્ટર સહીત ઉચ્ચ અધિકારીઓ જોડાયા :મોડાસા શહેર તિરંગામય બન્યું
15 મી ઓગસ્ટ ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે ત્યારે અરવલ્લી ના મોડાસ ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ,15 મી ઓગસ્ટ ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે.મોડાસા ખાતે વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા નું પ્રસ્થાન ઉમિયા મંદિરથી કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય સહીત અનેક કાર્યકરો તેમજ, શાળાના વિદ્યાર્થીઓ, પોલિસ કર્મીઓ,સહીત અનેક લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા ભાજપ સંગઠન સહીત અનેક સેવાભાવી સંસ્થાઓ સહિત નગરજનો કાર્યકરો તિરંગા યાત્રા માં જોડાયા હતા અને સમગ્ર નગર માં દેશભક્તિ નું વાતાવરણ જોવા મળ્યું હતું.