
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાને સ્વચ્છ, સુંદર અને નયનરમ્ય બનાવવા માટે “સ્વચ્છતા હી સેવા” અભિયાન
અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકામાં લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા અવનવા પ્રયાસ
અરવલ્લી જિલ્લાઓમાં લોકો એકજૂટ થઈને સ્વચ્છતા માટે જાગૃત થઈ રહ્યા છે. ત્યારે વધુને વધુ લોકો સ્વચ્છતા અંગે જાગૃત થાય અને સ્વચ્છતાને પોતાના સ્વભાવમાં ઉતારે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે.
અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અહીં સ્વચ્છતા માટે વહીવટી તંત્ર પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે અને આ અભિયાનમાં નાગરિકો પણ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.આજ રોજ સ્વરછતા હિ સેવા 2024 અંતર્ગત મોડાસા ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સેલ્ફી સ્ટેન્ડનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું.
સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરિક, જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયા , ધારાસભ્ય પી. સી. બરંડા સહિતના મહાનુભાવોએ સેલ્ફી પદવી લોકોને ઉત્સાહિત કર્યા હતા.




