NAVSARINAVSARI CITY / TALUKO
નવસારી:ગાંધીજીના જન્મ જયંતિ નિમિતે જલાલપોર તાલુકાના કરાડી ખાતે યોજાયો”ગાંધી સ્મૃતિ સ્વરયાત્રા”
ગાંધીજીના ગીતો અને ભજનો દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકોને જોડાવાનું આહવાન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા સ્વર ઓકટેવ મ્યુઝિક સ્કૂલ નવસારીના સહયોગથી રાષ્ટ્રપિતા મહત્મા ગાંધીજીની જન્મજંયતિ નિમિત્તે તથા સ્વચ્છતા દિવસની ઉજવણીના ભાગરૂપે “ ગાંધી સ્મૃતિ સ્વરયાત્રા” કાર્યક્રમ ગુજરાતના નામાંકિત કલાકારો અને નવોદિત યુવા કલાકારો દ્વારા જલાલપોર તાલુકાના કરાડી ગામના ભારત વિદ્યાલય રાષ્ટ્રીય શાળા ગ્રાઉન્ડ “ ગાંધી સ્મૃતિ “ ખાતે યોજાયો હતો . આ કાર્યક્રમમાં જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલ તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા . હાજર સૌ લોકોએ સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ના શપથ લઈ પોતાના આસપાસના વિસ્તાર સ્વચ્છ રાખવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.


