
રાજપીપલા રાજેન્દ્ર હાઇસ્કુલ ખાતે ત્રણ તાલુકાઓનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
“ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” વિષય ઉપર બાળકોએ વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળાની શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય ખાતે ત્રણ તાલુકાઓનું જિલ્લા કક્ષાનું વૈજ્ઞાનિક પ્રદર્શન આજે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપલા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, SVS નર્મદા અને શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલાનાં સંયુક્ત ઉપક્રમે SVS નર્મદા (નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા) કક્ષાનું માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫ નું આયોજન કરાયું હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ ડો. દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય નાંદોદ કાર્યક્રમના ઉદઘાટક ચૈતર વસાવા, ધારાસભ્ય ડેડીયાપાડા મુખ્ય અતિથિ સંગીતાબેન તડવી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ તેમજ અતિથિ વિશેષ પી. ડી વસાવા માજી ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન મેળામાં ૪૫ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો જેમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ ૫૦ કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પાંચ વિભાગ રજૂ કરાયા હતા જેમાં ૧. ખોરાક આરોગ્ય અને સ્વરછતા ૨.પરિવહન અને સંચાર ૩. પ્રાકૃતિક ખેતી ૪. ગાણિતિક નમૂના અને ગણનાત્મક વિભાગ ૫. A આપત્તિ વ્યવસ્થાપન B કચરાં અને સંશાધનોનું વ્યવસ્થાપન વિષયો ઉપર વિદ્યાર્થીઓએ પ્રદર્શન રજૂ કર્યા હતા.




