BANASKANTHAGUJARATPALANPUR
એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ દ્વારા ‘મહાસ્વચ્છતા અભિયાન’ અંતર્ગત પાલનપુરની વિરાસત ગણાતી મીઠીવાવની સ્વચ્છતા કરવામાં આવી
3 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ-પાલનપુર દ્વારા ‘મહાસ્વચ્છતા અભિયાન’ અંતર્ગત પાલનપુરની વિરાસત ગણાતી મીઠીવાવની સ્વચ્છતા કરવામાં આવી. આ સ્વચ્છતા અભિયાનમાં કોલેજમાં કુલ 50 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મીઠીવાવમાં વર્ષોથી આજુબાજુના માણસો દ્વારા કરવામાં આવતી ગંદકીને સાફ કરી હતી. તદુપરાંત સ્વચ્છતા વિશે એક નાટક પણ નગરપાલિકા દ્વારા ભજવવામાં આવ્યું હતું તથા સ્વચ્છતા અંતર્ગત વિદ્યાર્થીઓ અને આસપાસની જનતાને પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કોલેજના આચાર્યા ડૉ. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર ડૉ. એકતાબેન ચૌધરી, ડૉ. હિરલબેન ડાલવાણિયા અને પ્રા. કાર્તિક મકવાણાએ કર્યું હતું.





