MORBI મોરબી શનાળા ગામ નજીક સુપરકેરી વાહન ચાલક મોટરસાયકલ હડફેટે લેતા ઘટનાસ્થળે પ્રોઢનું મૃત્યુ નિપજ્યું

MORBI મોરબી શનાળા ગામ નજીક સુપરકેરી વાહન ચાલક મોટરસાયકલ હડફેટે લેતા ઘટનાસ્થળે પ્રોઢનું મૃત્યુ નિપજ્યું
મોરબીના શનાળા ગામ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા નરભેરામભાઈ નારણભાઇ પનારા ઉવ.૬૩એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે આરોપી સુપરકેરી વાહન રજી. જીજે-૩૬-વી-૧૫૯૪ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ તા. ૦૩/૧૦ના રોજ નરભેરામભાઈના નાનાભાઈ રાજેન્દ્રભાઇ કોઈ કામ સબબ સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૩-ડીઆર-૬૫૭૨ ઉપર ચાચાપરથી મોરબી આવ્યા હોય જે બાદ સાંજના મોરબીથી પરત ચાચાપર જઈ રહ્યા હોય ત્યારે શનાળા રોડ શક્તિ માતાજીના મંદિર સામે રોડ ઉપરથી રાજેન્દ્રભાઇ પસાર થઈ રહ્યા હોય ત્યારે પાછળથી સુપરકેરી વાહન ચાલક આરોપીએ પોતાનું વાહન બેદરકારીથી ચલાવી બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક સહિત રાજેન્દ્રભાઇ રોડ ઉપર પડી ગયા હતા ત્યારે પાછળથી સુપરકેરી વાહનનું વ્હીલ રાજેન્દ્રભાઇ ઉપર ફરી વળતા માથામાં ગંભીર ઇજાને કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ સુપરકેરી વાહનનો આરોપી ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર રાખી નાસી ગયો હતો. હાલ પોલીસે સુપરકેરી વાહનના આરોપી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.







