બનાસકાંઠા પાટીદાર સમાજ ના આગેવાન રમેશભાઈ એમ. પટેલે ગઢ ને તાલુકો બનાવવા મુખ્યમંત્રી ને પત્ર દ્વારા લેખિત રજૂઆત કરી
4 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
રમેશભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર અગાઉ પ્રગતિ સેતુ માં પણ ગઢ ને તાલુકો બનાવવા રજૂઆત કરવામાં આવી હતી જે અંગે કલેકટર કચેરી દ્વારા કામગીરી પણ શરૂ કરેલ હતી.રાજ્યમાં નવા ત્રણ જિલ્લા (New Districts)ની રચના કરવા માટે રાજ્ય સરકારમાં હાલ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. નવા 3 જિલ્લાની જો રચના થાય તો ગુજરાતમાં જિલ્લાની સંખ્યા વધીને 36 થઇ જશે. બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાંથી આ ત્રણ નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે. રાજકીય લેવલે ચાલતી ચર્ચા મુજબ રાજ્યના 33 જિલ્લા ઉપરાંત ત્રણ નવા જિલ્લાની રચના કરાય તે માટે રાજ્ય સરકારની ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરુ થઇ છે. વધતી જતી વસતી અને જિલ્લો બહુ મોટો હોય તો લોકોને અગવડ ના પડે તે સહિતના વિવિધ હેતુસર ત્રણ નવા જિલ્લા રચાય તેવી શક્યતા છે. ચાલતી ચર્ચા મુજબ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી ત્રણ નવા જિલ્લાની રચના કરાઇ શકે છે. એવા સમયે ગઢ ને પણ તાલુકો બનાવવા પાટીદાર સમાજના આગેવાન રમેશભાઈ પટેલ દ્વારા રજૂઆત કરાઈ છે. એમણે પત્ર માં જણાવેલ છે કે, ગઢ વિસ્તાર ની આજુબાજુ પ૦ થી વધુ ગામો આવેલા છે. અને ખરીદી અને સામાજિક કામે લોકોની અવર જવર ગઢ ખાતે રહેતી હોય છે. ગઢ ને નવાબ વખતે મહાલ (તાલુકો) તરીકે ઓળખાતો હતો. ગઢ ખાતે સિંચાઈ ની ઓફીસ, પોલીસ સ્ટેશન, જી.ઈ.બી. ની કચેરી, ટેલીફોન એક્ષાચેન્જ તેમજ અન્ય કચેરીઓ અને શાળાઓ, કોલેજ અને આઈ.ટી.આઈ કોલેજ આવેલી છે. તેના કારણે લોકો પાલનપુર કરતાં ગઢ વધુ આવતા હોય છે. રોજગારી માટે ડાયમંડ ફેકટરીઓ આવેલી છે. જેના કારણે રોજગારી માટે પણ ઘણા લોકો ગઢ ખાતે આવતા હોય છે. અગાઉ ર૦૧૬ માં પણ પ્રગતિ સેતું કાર્યક્રમ માં રમેશભાઈ પટેલ દ્રારા ગઢને તાલુકો બનાવવા રજુઆત કરવામાં આવેલ હતી.આ સાથે ગઢ વિસ્તારના ગામડાઓ અને ગઢ વિસ્તારના લોકોના હિતમાં ગઢને તાલુકો બનાવવા માટે ની કાર્યવાહી કરી આ વિસ્તારના વિકાસમાં સહભાગી થવા ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને વિનંતી કરતો પત્ર બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી અને સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર ના પ્રમુખ અને પાટીદાર સમાજ ના આગેવાન રમેશભાઇ એમ. પટેલ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે સૌ ગઢ પંથક વાસીઓએ પણ આ બાબતે સમર્થન જાહેર કર્યું હતું.




