GUJARATIDARSABARKANTHA

ઈડર બસ સ્ટેન્ડમાં દીવા તળે અંધારું – પાર્કિંગ બાબતે ઉઘાડી લુંટ…

પાર્કિંગ તેમજ નો પાર્કિગમાં ખાનગી એજન્સીનાં હાથે પેસેન્જર તેમજ પ્રજાજનો લૂંટાઈ રહ્યા છે...

સાબરકાંઠા…

ઈડર બસ સ્ટેન્ડમાં દીવા તળે અંધારું – પાર્કિંગ બાબતે ઉઘાડી લુંટ…

પાર્કિંગ તેમજ નો પાર્કિગમાં ખાનગી એજન્સીનાં હાથે પેસેન્જર તેમજ પ્રજાજનો લૂંટાઈ રહ્યા છે…

તસ્વીર:-

ઈડર બસ સ્ટેન્ડમાં પાર્કિંગ બાબતે એજન્સી દ્વારા વહાલાં દવાલાની નીતિ અપનાવી મુસાફરો તેમજ પ્રજાજનો પાસેથી મનફાવે તેમ વર્તન કરી બસ સ્ટેશનના વાહનો પાર્કિંગ તેમજ નો પાર્કિગ ફી મા ઉગાડી લુંટ ચલાવી રહ્યા હોય તેમ લોક મુખે ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈ એસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરી કાર્યવાહિ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઈડર શહેરમા આવેલ બસ સ્ટેન્ડમા વહેલી સવારથી હજારોની સંખ્યામાં બસમા મુસાફરી કરવા માટે લોકો ઉમટી પડે છે ત્યારે ઈડર બસ સ્ટેશનમાં ટ્રાફિક સમસ્યાને લઈ હિંમતનગર ડિવિઝન દ્વારા પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને ખાનગી એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યુ છે તેણે લઇ ખાનગી એજન્સી દ્વારા ઇડર બસ સ્ટેન્ડમાં વાહન પાર્કિંગ બાબતે વ્હાલા દવાલાની નીતિ અપનાવવામાં આવી રહી છે ત્યારે ઈડર બસ સ્ટેન્ડમાં નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે જ્યાં ટુ-વ્હીલર તેમજ ફોર વ્હીલર ગાડી લઈને પેસેન્જર તેમજ બસ સ્ટેન્ડ ખાતે છોડવા આવતા પ્રજાજનો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે. મહત્વની બાબતે કહી શકાય કે ઈડર બસ સ્ટેન્ડમાં ખાનગી એજન્સીને ટેન્ડર લાગ્યું છે જોકે ટેન્ડર પ્રક્રીયા મુજબની કામગીરી ન થતાં બસ સ્ટેન્ડ ખાતે આવતા મુસાફરો સહિત પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જયારે પાર્કિંગ વ્યવસ્થા માટે નીતી નિયમો મૂજબ ભાવ નક્કી કરવામાં આવ્યાં છે તેમ છતાં જાણવા મળ્યાં મૂજબ અહી પાર્કિંગ બાબતે લોકો પાસેથી આડેધડ રૂપિયા લેવામાં આવી રહ્યા હોવાની ફરીયાદો ઊઠવા પામી છે જેમાં ટુ વ્હીલર ગાડી ના 50 લઈ 100 રૂપિયા વસૂલ કરવામાં આવી રહ્યા જ્યારે કોઈક વ્યક્તિ બસ સ્ટેશનનાં મેનેજર સાથે મિત્રતા ધરાવતા હોઈ અને ટેલીફોનીક અથવા રુબરુ એજન્સી નાં વ્યક્તિ સાથે વાતચીત કરાવી શકતા હોઈ તો ગાડી ને લોક માર્યા બાદ પણ ગાડી વિના ચાર્જ લોક ખુલી જતું હોઈ છે. એક તરફ સ્થાનિક તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈ પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા છે તો બીજી તરફ ખાનગી એજન્સીઓ પોતાના ટેન્ડર મંજૂર કરાવી મનફાવે તેમ ભોળી ભાળી પ્રજા પાસેથી ખુલ્લેઆમ પાસેથી ઉઘાડી લુંટ ચલાવી રહ્યા હોય તેવી બુમરાણ ઉઠવા પામી છે. જેને લઈ ઇડર બસ સ્ટેન્ડમાં પાર્કિંગને લઇ ખાનગી એજન્સી ની કામગીરી સામે કેટલાંક સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે મહત્વની બાબત એ કહી શકાય કે ઈડર બસ સ્ટેન્ડમાં નો પાર્કિંગ એરિયા હોવા છતાં પણ ખાનગી સટલિયાઓ બેફામ રીતે ટ્રાફીક રૂપ અડચણ થઈ રહ્યા છે. ત્યારે ખાનગી સટલીયાઓ સહિત ઓળખાણ આપનાર વ્યક્તિઓ સામે દંડનીય કામગીરી કરવાની બદલે તેઓને બક્ષી દેવામાં આવતા હોય છે. અને નિર્દોષ પ્રજા સામે દંડનીય કાયૅવાહી કરવામાં આવે છે ત્યારે સત્વરે સ્થાનિક ઈડર ડેપો તેમજ ડિવિજન વિભાગ દ્વારા ડેપોમાં પાર્કિંગ વ્યવસ્થાનુ સંચાલન કરનાર એજન્સી સામે કાયૅવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ત્યારે આગામી સમયમાં જવાબદાર વિભાગ દ્વારા કેવા અને કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યુ….

બોક્ષ-
આ બાબતે ઈડર ડેપો મેનેજર હાર્દિક સગર શુ કહે છે. ઈડર એસટી ડેપો મેનેજર હાર્દિકભાઈ સગર દ્વારા જણાવાયું ઈડર ડેપો ખાતે પાર્કિંગ વવ્યસ્થા માટે કેટલાક નિયમો મૂજબ ભાવો નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં એક કલાકના 20 રૂપિયા ચાર્જ તેમજ કોઈ મુસાફર ને મૂકવા આવ્યા હોય તો તેમની પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અને તેમણે વધુમાં જણાવ્યુ કે પાર્કિંગ એજન્સી દ્વારા મુસાફરો તેમજ લોકો પાસેથી ધારા ધોરણ નક્કી થયાં મૂજબ થી પણ વધું રૂપિયા લેવામાં આવી રહ્યા હોવાની ફરીયાદો આવી છે. જેને લઈ કાર્યવાહિ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ…

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!