GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:નાના વેપારીઓ અને ફેરીયાઓ ને વ્હારે આવી આમ આદમી પાર્ટી પ્લાસ્ટિક બેગ બનાવવા પર પ્રતિબંધ મુકવા માંગ

 

MORBi:નાના વેપારીઓ અને ફેરીયાઓ ને વ્હારે આવી આમ આદમી પાર્ટી.. પ્લાસ્ટિક થેલીઓ ના નામે હેરાન કરવા ને બદલે પ્લાસ્ટિક બેગ બનાવવા પર પ્રતિબંધ મુકવા માંગ

 

 

મોરબી પાલિકા દ્વારા છેલ્લા ધણાં સમયથી નાના વેપારીઓ અને ફેરીયાઓ ને પ્લાસ્ટિક થેલીઓ ના ઉપયોગ ને લઈ ડંડ ફટકારી ને ઉઘરાણું ચાલુ કર્યું છે ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા એક માંગ કરવામાં આવી છે કે જ્યાં પ્લાસ્ટિક થેલીઓ બની રહી છે તે પ્લાસ્ટિક થેલીઓ ના યુનીટને જ બંધ કરીને પ્લાસ્ટિક થેલીઓ બનાવવા પર પ્રતિબંધ મુકવો જોઈએ. જ્યારે આપ ના જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા સાથે વાતચીત કરતા તેમને કહ્યું કે પ્લાસ્ટિક થેલીઓ બનાવવા પર જેમ બને તેમ જલ્દી અને કડક રીતે પ્રતિબંધ મુકવો જોઈએ જેથી કરીને નાના વેપારીઓ અને ફેરીયાઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યાં તેમને ખોટી રીતે ડંડ ના થાય અને સાથે સાથે જણાવ્યું કે જો મોરબી પાલિકા આમ ને આમ નાના વેપારીઓ અને ફેરીયાઓ ને પ્લાસ્ટિક થેલીઓ ના નામે હેરાન કરતા રહેશે તો સરકારની મીલીભગત સામે આંદોલન કરવું પડશે એવી ચીમકી ઉચ્ચારી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!