પાલનપુર તાલુકાના જગાણા ગ્રામપંચાયતની ગ્રામસભા યોજાઇ
4 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર તાલુકાના જગાણાની ગ્રામ પંચાયતની ગુરુ મહારાજના મંદિર ખાતે બુધવારના રોજ સરપંચના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જગાણા ગામના વિકાસના વિવિધ પ્રશ્નો જેવા કે આંગણવાડી કેન્દ્રમાં ખૂટતી સંખ્યાઓ ભરવી, જાહેર રસ્તા ઉપર સાફ સફાઈ રાખવી જેવી આરોગ્યને લગતી તેમજ અન્ય ગામના વિકાસની ગ્રામજનો વચ્ચે ચર્ચાઓ કરવામાં કરવામાં આવી હતી આ પ્રસંગે જગાણા ગ્રામ પંચાયતના સરપંચ પ્રહલાદભાઈ પરમાર, ડેપ્યુટી સરપંચ હરેશભાઈ કરેણ, ગ્રામ પંચાયતના તલાટી જયેશભાઈ ચૌધરી દ્વારા જગાણા ગામના વિકાસના પ્રશ્નોના ઉપર તાકીદેથી ભાર આપી તેના ઝડપી નિકાલ માટે ગ્રામ પંચાયતના સભ્યો તેમજ અલગ- અલગ વિભાગોમાંથી આવેલા કર્મચારી સહિત ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગામના અગ્રણીઓ જેવા કે ભેમજીભાઈ ચૌધરી, ગણેશભાઈ ચૌધરી, રતિભાઈ લોહ, મોતીભાઈ જુઆ,રમેશભાઈ ભોળીયા હેમરાજભાઈ કુણિયા, મહેન્દ્રભાઈ ત્રિવેદી,રામજીભાઈ જુઆ, ચંપકભાઇ ચૌહાણ, જેવા ગ્રામસભાની મીટીંગ દરમિયાન બહોળી સંખ્યામાં અગ્રણીઓ અને ગ્રામજનો ખાસ હાજર રહ્યા હતા.





