GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર LCB એ પરપ્રાંતીય ચોર ઝડપ્યો સવા બે ડઝન ચોરીના ભેદ ખુલ્યા

જામનગર જિલ્લાની ચૌદ અનડીટેક્ટ ચોરીઓનો ભેદ ખુલ્યો
એલ.સી.બી.એ. પરપ્રાંતિય શખ્સને તેના અોજાર અમુક મુદામાલ સાથે ઝડપી લીધો
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર જિલ્લાની ચૌદ  અનડીટેક્ટ ચોરીઓનો ભેદ ખુલ્યો છે જેમાં જામનગર એલ.સી.બી. એ એકપરપ્રાંતિય શખ્સને તેના અોજાર અમુક મુદામાલ સાથે ઝડપી લીધો છે
જેની વિગત મુજબ પોલીસ મહાનિરીક્ષક , રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર એ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા તથા પો.સ.ઈ .પી.એન.મોરી તથા પો.સ.ઇ એ.કે.પટેલ નાઓ તથા એલ.સી.બી.સ્ટાફ ના માણસો સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, જામનગર જીલ્લાના વણશોધાયેલ ચોરીના ગૂનોઓ શોધી કાઢવા કાર્યરત હતા
આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા નાઓને સંયુકત રીતે બાતમીદારોથી હકિકત મળેલ કે, અનીલભાઈ મેઘજીભાઇ બામણીયા ઉવ.૨૪ ધંધો-ખેતમજુરી રહે,ગાગરડી, તા.ગરબાડા જી.દાહોદ હાલ-રીનારી, તા.કાલાવડ વાળો કાલાવડમાં અલગ અલગ સ્થળે ચોરીમા સંડોવાયેલ હોવાની બાતમી આધારે મજકુરને કાલાવડ ધોરાજી રોડ મુકતેશ્વર મહાદેવ મંદિર પાસેથી પકડી પાડી, રોકડ, રકમ, મોટર સાયકલ, મો.ફોન વિગેરે શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી, મજકુર ઇસમ વિરૂધ્ધ.પો.સ.ઈ .એ.કે.પટેલ એ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આ પકડાયેલ આરોપી અનીલ મેધજીભાઇ બામણીયા ઉવ.૨૪ ધંધો મજુરી રહે.ગાગરડી તા.ગરબાડા જી.દાહોદ હાલ- રીનારી,તા.કાલાવડ ની સાથે
ચોરીઓ કરવામા સાથે સામેલ ઇસમો (૧) વિક્રમ ભાભોર (૨) શૈલેષભાઇ ભાભોર (૩) કલ્પેશ આદિવાસીછે જેમની પાસેથી
કબ્જે કરેલ મુદામાલ રોકડ રૂપીયા ૬૭૭૫/- મો.ફોન-૦૬ કિ.રૂ. ૨૫૫૦૦/હીરો સપ્લેન્ડર મો.સા-૦૧ કિ.રૂ.૨૫,૦૦૦/વિદેશ ચલણી નોટ-૦૪ શોધી કાઢેલ ચોરીનો ગૂનો
કાલાવડ પોલીસ સ્ટેશન ગુરન ૧૧૨૦૨૦૩૦૨૪૦૫૬૮/૨૦૨૪ બીએનએસ કલમ ૩૦૩(૨) થી નોંધાવેલ છે તેમજગૂનામાં વપરાયેલ સાધનો(૧) લોખંડની કૌંસ-૦૧ (૨) લોખંડનો ગણેશીયો-૦૧ (૩) લોખંડની ડીસમીસ-૦૨(૪) લોખંડનુ પકડ-૧ (૫) છરી-૧(૬) ચાવી નંગ-૪ પણ કબજે કરેલ છે
 ગુનાની એમ.ઓ એવી હતી કે
મજકુર આરોપીઓ કાલાવડ તાલુકામાં ખેત મજુરી કામ કરતા હોય, જેથી રાત્રી દરમ્યાન કાલાવડ તાલુકાના અલગ અલગ ગામના બંધ મકાન, કારખાના, દુકાનના શટ્ટર ઉંચકી, લોખંડની કોસ, ગણેશીયો,ડીસમીસ પકડ વડે તોડી તેમજ ડુપ્લીકેટ ચાવીઓ સાથે રાખી ચોરીઓ ને અંજામ આપતા હતા મજકુર આરોપી એ કાલાવડ તાલુકામાં કરેલ ચોરીઓમાં
(૧) આજથી ત્રણેક મહિના પહેલા અનીલ બામણીયાએ કાલાવડ તાલુકાના રીનારીગામમાં કેબીનના તાળા તોડી દુકાનમા થી રોકડ રૂપીયા, પાન સમાલા, વિગેરે ની ચોરી કરેલ હતી.(૨) આજથી બે મહિના પહેલા અનીલ બામણીયા તથા વિક્રમ ભાભોર બંનેએ રાત્રીના સમયે રીનારીગામ ના પાટીયા પાસે આવેલ કેબીન તોડી તેમાંથી રોકડ રૂપીયા તથા વિમલ મસાલા, વિગેરેની ચોરી કરેલ હતી.(3) આજથી બે મહિના પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ ભાભોર બંને જણાએ રાત્રીના સમયે ટોડાગામે દુકાનના તાળા લોખંડની કોસ તથા ડીસમીસ વડે તોડી રોકડ રૂપીયા તથા પાન મસાલા ની ચોરી કરેલ હતી.(૪) આજથી દોઢેક મહિના પહેલા અનીલ બામણીયા તથા વિક્રમ ભાભોર બંને જણા રાત્રીના સમયે સણોસરીગામ ના પાટીયા પાસે આવતા પાનની કેબીનના તાળા તોડી રોકડ, અન્ય કરીયાણાની માલ સમાનની ચોરી કરેલ હતી.
(૫) આજથી એકાદ મહિના પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ તથા વિક્રમભાઇ એ રીતેના ત્રણેયએ રાત્રીના સણોસરીગામે એક બંધ દુકાનના તાળા તોડી રોકડ રૂપીયા ની ચોરી કરેલ હતી.(૬) આજથી એકાદ મહિના પહેલા અનીલભાઇ તથા કલ્પેશ તથા તેનો શૈલેષ એ રીતેના ત્રણેયએ કાલાવડ થી ધોરાજી રોડ ઉપર પેટ્રોલપંપથી આગળ દુકાનના તાળા તોડી રોકડ અન્ય માલની ચોરી કરેલ હતી.
(૭) આજથી અઠવાડીયા પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ તથા વિક્રમભાઇ એ રીતેના ત્રણેય એ રીનારીગામમા એક બંધ મકાનનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરી ચાંદી ના દાગીનાની ચોરી કરેલ હતી.(૮) આજથી અઠવાડીયા પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ તથા વિક્રમભાઇ રાત્રીના ત્રણેયએ રીનારીગામ નીસીમમા ગોડાઉનના તથા ઓરડીનુ તાળુ તોડી ચોરીની કોશિષ કરેલ હતી. (૯) આજથી અઠવાડીયા પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ તથા વિક્રમભાઇ રાત્રીના ત્રણેય જણા મુળીલાગામની સીમમા ઓરડીના તાળા તોડી ચોરીની કોશિષ કરેલ હતી.(૧૦) આજથી સાતેક દિવસ પહેલા અનીલ બામણીયાએ રીનારીગામે પાટીયા પાસે બંધ કેબીનના તાળા તોડી રોકડ તથા વિમલ, બિસ્કીટ ની ચોરી કરેલ હતી.(૧૧) આજથી પાંચેક દિવસ પહેલા અનીલ બામણીયા તથા શૈલેષ બંનેએ કાલાવડ- રણુજા રોડ ઉપર સીમેન્ટના કારખાના, મેડીકલ તથા દુકાનના તાળા તોડી રોકડ રૂપીયાની ચોરી કરેલ તેમજ ચોરીની કોશિષ કરેલ હતી.(૧૨) આજથી ચારેક દિવસ પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ ભાભોરએ કાલાવડ ટાઉનમાં આઇ.ટી.આઇ પાસે આવેલ કેબીનના તાળા તોડી ચોરીની કોશિષ કરેલ(૧૩) આજથી ચારેક દિવસ પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ ભાભોર એ બંને જણાએ જામનગર રોડ ઉપર આવેલ રેકડીના તાળા તોડી ચોરીની કોશિષ કરેલ હતી,(૧૪) આજથી ચારેક દિવસ પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ ભાભોર બંને જણાએ કાલાવડથી જામનગર રોડઉપર આવેલ ચાની હોટલના તાળા તોડી રોકડ તથા સોપારી, વિગેરે ની ચોરી કરેલ હતી.
(૧૫) આજથી ચારેક દિવસ પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ ભાભોર બંનેએ જણાએ કાલાવડ આઇટીઆઇ ની સામે જીઆઇડીસી માં બંધ કારખાના ના તાળા તોડી ચોરીની કોશિષ કરેલનો સમાવેશ થાય છે આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા સ્ટાફમાં
પો.ઇન્સ  વી.એમ. લગારીયા તથા પો.સ.ઈ.પી.એન.મોરી તથા પો.સ.ઈ .એ.કે.પટેલ તથા સ્ટાફના દિલીપભાઇ તલવાડીયા હરપાલસિંહ સોઢા ભરતભાઈ પટેલ નાનજીભાઇ પટેલ શરદભાઇ પરમાર, હિરેનભાઇ વરણવા હિતેન્દ્રસિંહ જાડેજા કાસમભાઇ બ્લોચ અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ,ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ એમ જાડેજા નિર્મળસિંહ એસ જાડેજા,હરદીપભાઇ બારડ, ધમેન્દ્રસિંહ એન જાડેજા, નારણભાઇ વસરા, દયારામ ત્રિવેદી કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશભાઇ ચૌહાણ રૂષીરાજસિંહ વાળા, સુરેશભાઈ માલકીયા, બીજલભાઈ બાલાસરા કલ્પેશભાઇ મૈયડ, ભારતીબેન ડાંગર હતા
_______________________

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!